ગુજરાત સ્ટેટ મામલતદાર એસોસિએશનના નવા પ્રમુખ: શ્રી અશોકકુમાર પરમાર

 ગુજરાત સ્ટેટ મામલતદાર એસોસિએશનના નવા પ્રમુખ: શ્રી અશોકકુમાર પરમાર

ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશનના પ્રમુખ તરીકે વડોદરાના શ્રી અશોકકુમાર પરમારની બિનહરિફ વરણી સાથે નવી પ્રસ્થાપના થઈ છે. ગત્ત રવિવારે ગાંધીનગર ખાતે યોજાયેલી એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.

શ્રી અશોકકુમાર પરમાર અગાઉ આણંદમાં ફરજ બજાવતા હતા, અને વડોદરામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મામલતદાર ઇલેક્શન તરીકે મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. હાલ તેઓ વડોદરા કલેક્ટર કચેરીમાં મામલતદાર (બિનખેતી) તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની કાર્યદક્ષતા અને સંનિષ્ઠતા પર આધારિત આ વરણી એસોસિએશનની નવી દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આ ઉપરાંત, એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે શ્રી અલ્કેશભાઈ ભટ્ટ અને મહામંત્રી તરીકે શ્રી સમીર કછોટની વરણી કરવામાં આવી છે.

એમ.એ.એસ. ની નવી ટીમ માટે શુભેચ્છાઓ

શ્રી અશોક પરમાર અને તેમના સહકારીઓની ટીમ નવા પ્રયત્નો અને વિકાસલક્ષી કાર્યોમાં નોંધપાત્ર પ્રગતિ કરશે તેવી આશા છે.

#Vadodara #Statemamlatdarassociation #Leadership #Elected2024 #InfoGujarat


Post a Comment

Previous Post Next Post