શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી : જનતા માધ્યમિક શાળા ખેરગામનો ભવ્ય વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ.

 શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી : જનતા માધ્યમિક શાળા ખેરગામનો ભવ્ય વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ.

"ભારત એ સમગ્ર વિશ્વનું ભવિષ્ય બની રહેશે", ઉપરોક્ત શબ્દ ખેરગામની જૂની અને પ્રતિષ્ઠિત શાળા જનતા માધ્યમિક શાળા ખેરગામના વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ કાર્યક્રમના અધ્યક્ષ પદે બિરાજમાન ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા, 

 અત્રે એ નોંધવું રહ્યું કે ખેરગામની પ્રતિષ્ઠા શાળા જનતા માધ્યમિક શાળા ખેરગામમાં  તારીખ 18/ 12 /20124 ને બુધવારના રોજ વાર્ષિક ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય  શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, પરમ પૂજ્ય શ્રીપ્રફુલભાઈ શુક્લ કથાકાર, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી વિનોદભાઈ દેસાઈ,ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા,


કાર્યક્રમની શરૂઆત શાળાના પરિસરમાં બિરસા મુંડા હોલનું ઉદ્ઘાટન કરીને કરવામાં આવ્યું, 

ત્યારબાદ દીપ પ્રગટીકરણ અને પ્રાર્થના થકી વાર્ષિક ઇનામ વિતરણ સમારંભની શરૂઆત કરવામાં આવી હતી, 

જેમાં પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરી હતી તે બદલ ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા જાહેર કરેલ સ્કોલરશીપ તેમજ વર્તમાન શિક્ષકો દ્વારા શિલ્ડ આપવામાં આવ્યા હતા,

ઉપરાંત સહઅભ્યાસ પ્રવૃત્તિમાં જેમ કે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં જે વિદ્યાર્થીઓ ઉત્કૃત દેખાવ કર્યો હતો તે વિદ્યાર્થીઓને શાળા વતી શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા, 


માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્યશ્રી ચેતન કે  પટેલ અને પ્રાથમિક વિભાગના આચાર્ય આરતીબેન દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, 

શાળાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી વિદ્યાર્થીઓએ વિવિધ 10 કૃતિઓ ખૂબ જ ઉત્સાહથી રજૂ કરવામાં આવી હતી. 

 આ કાર્યક્રમની સાથે સાથે સમૂહ ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સમૂહ ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. 


એકંદરે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો હતો. જે બદલ શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ,ઉપપ્રમુખ શ્રી શશીકાંતભાઈ પટેલ અને શ્રી શૈલેષભાઈ ટેલર, ચેરમેન શ્રી પ્રશાંતભાઈ પટેલ, મંત્રીશ્રી મુસ્તનશીર વોહરા  દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. 

શાળાના શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ તમામે સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂરો કરવા માટે ખૂબ જ જેહમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી યોગેશભાઈ લાડ, વિપુલ રામચંદ્ર પવાર  અને શિક્ષિકા શ્રીમતી ડિમ્પલબેન આહીર દ્વારા કરવામાં આવ્યું હતું. 


Post a Comment

Previous Post Next Post