શ્રી ચીખલી તાલુકા પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમનું 80 મું વાર્ષિક સ્નેહ સંમેલન યોજાયું.
ચીખલી, 14 જાન્યુઆરી 2025: શ્રી ચીખલી તાલુકા પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમનું 80 મું વાર્ષિક સ્નેહ સંમેલન આજે શ્રેષ્ઠ ઉજવણી સાથે ઉજવાયું. આ મહત્વપૂર્ણ સંમેલનનું આયોજન શ્રી મગનભાઈ છીબાભાઈ લાડના અધ્યક્ષત્વમાં થયું, જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ખંડુંભાઈ જીવણભાઈ લાડ, શ્રી પ્રવીણભાઈ હરગોવનભાઈ લાડ અને શ્રી કલ્પેશકુમાંર કાંતિલાલ લાડ હાજર રહ્યા.
આ અવસરે ચીખલી તાલુકાના પ્રજાપતિ સમાજના સભ્યો તેમજ દક્ષિણ ગુજરાતના વિવિધ સંસ્થાઓના અગ્રણી સંસ્થાપકો મોટી સંખ્યામાં હાજરી આપી છે. આ કાર્યક્રમને વિશિષ્ટ બનાવતો અને સ્નેહ સાથે વધુ ઉત્સાહી બનાવતો પ્રસંગ ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલના આગમન સાથે ઉમેરાયો હતો.
સમેલનમાં વિદ્યાર્થીઓએ વિવિધ પરફોર્મન્સ અને કૃતિઓથી શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા. અને ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓ અને વિવિધ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ દ્વારા સમ્માનિત કરી તેમની શ્રેષ્ઠતા અને મહેનતની પ્રશંસા કરવામાં આવી.
આ પ્રસંગે મહિલા મંડળ દ્વારા આયોજિત અને ગરબા પ્રદર્શિત કરવામાં આવ્યા, જે સાથે સંમેલનનું સફળ સમાપન થયું.
આ પ્રસંગે દરેક મહેમાન, સંસ્થા, તેમજ દરેક સ્વયંસેવકનું સમર્પણ અને સહયોગ આઈકોનિક રહ્યું, જે આ પ્રસંગને યાદગાર બનાવવામાં મદદરૂપ થયું.