ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ: ન્યાયાધીશ સંજીવ ખન્નાની સફળ યાત્રા

 ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ: ન્યાયાધીશ સંજીવ ખન્નાની સફળ યાત્રા


જસ્ટિસ સંજીવ ખન્ના ભારતીય સુપ્રીમ કોર્ટના 51મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે, તેમનો કાર્યકાળ 13 મે, 2025 સુધી ચાલશે. તેમની ન્યાયિક કારકિર્દી 40 વર્ષથી વધુ સમયની છે. 1983માં દિલ્હીના બાર કાઉન્સિલમાં જોડાયા પછી, તેમણે તીસ હજારી કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી અને બાદમાં દિલ્હી હાઈકોર્ટમાં સેવા આપી હતી.

2005માં તેઓ દિલ્હી હાઈકોર્ટમાં એડિશનલ જજ બન્યા અને 2006માં કાયમી જજ તરીકે નિમણૂક મળી. 2019માં તેમને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બનાવવામાં આવ્યા, અને તેમાં અનેક ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા છે, જેમ કે કલમ 370 નાબૂદ કરવા, EVMની ઉપયોગિતા, અને ચૂંટણી બોન્ડ યોજનાના કેસમાં મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા.


Post a Comment

Previous Post Next Post