કચ્છના રણમાં નારાયણ સરોવર અભયારણ્યની અનોખી દુનિયા
નારાયણ સરોવર અભયારણ્ય, ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં, લખપત તાલુકામાં હિન્દુ યાત્રાધામ નારાયણ સરોવર પાસે આવેલું છે. આ અભયારણ્યને આંતરરાષ્ટ્રીય સંરક્ષણ શ્રેણી ૪માં સમાવવામાં આવ્યું છે અને ગુજરાત વન વિભાગના અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષિત બનાવવામાં આવ્યું છે. અહીં પહોંચવા માટે નજીકનું વિમાનમથક અને રેલ્વે સ્ટેશન ભુજમાં છે, જે અહીંથી ૧૧૫ કિમી દૂર છે, અને નજીકનું બસ સ્ટેશન દયાપરમાં, ૧૫ કિમી દૂર સ્થિત છે.
અભયારણ્યના મુખ્ય પ્રાણીઓમાં ચિંકારા અને ત્રણે પ્રકારના બસ્ટાર્ડ (ઘોરાડ, હૂબારા બસ્ટાર્ડ અને લેસર ફ્લોરિકાન) જોવા મળે છે. તે ઉપરાંત રણપ્રદેશનું પક્ષી બ્લેક પાર્ટ્રિજ, ૧૮ પ્રકારના સર્પ, અને ૧૮૪ પક્ષીપ્રજાતિઓ જેમાં ૧૯ રેપ્ટર પણ સમાવેશ થાય છે. વનસ્પતિમાં ગોરડ, પીલુ, થોર, ગુગળ, બાવળ જેવા ૨૫૨ પ્રજાતિના છોડ અને ઝાડ જોવા મળે છે, જેમાં મોટાભાગે ઘાસીયાં મેદાન અને ઝાંખરાઓનો સમાવેશ થાય છે. 1981માં નારાયણ સરોવર અભયારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવેલા આ અભયારણ્યનું કુલ વિસ્તારફળ 444.23 ચો.મી. છે.