તુર નૃત્ય: ધોડિયા આદિવાસીની અનોખી નૃત્ય પરંપરા

  તુર નૃત્ય: ધોડિયા આદિવાસીની અનોખી નૃત્ય પરંપરા

 પ્રખ્યાત તૂરવાદક છીતુભાઈ, વેલણપુર 

આદિવાસી ધોડીયા તુર નૃત્ય એક પરંપરાગત નૃત્યકલા છે જે ખાસ ધોડિયા જનજાતિ દ્વારા કરવામાં આવે છે. આ નૃત્ય તેમની ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે સાંકળાયેલું છે. તુર નૃત્ય ખાસ સ્મશાન યાત્રા અને પવિત્ર તહેવારોમાં કરવામાં આવે છે.

તુર નૃત્યના મુખ્ય લક્ષણો:

              Image courtesy:google

1. પરંપરા: સ્મશાન યાત્રા દરમિયાન તુર નૃત્ય દ્વારા મૃત્યુ પામનારને વિદાય આપવામાં આવે છે. આ રીતે તેઓ માનતા છે કે આ આત્માની મુક્તિ અને રાજીખુશીથી સ્વર્ગયાત્રા માટે પ્રાર્થના છે.

2. પ્રસંગો: તુર નૃત્ય ખાલી સ્મશાન યાત્રા સુધી મર્યાદિત નથી; તે માતાની વરસી, લગ્ન પ્રસંગો, તેમજ હોળી, દિવાળી, મકરસંક્રાંતિ જેવા તહેવારો પર પણ કરવામાં આવે છે.

3. ચાળા અને ગીતો: નૃત્યમાં ૬૦ ચાળા છે અને ખાસ ગીતો ગવાય છે. નૃત્ય માટે સમર્પિત ૬૦ ચાળાઓ લગભગ ૩ થી ૪ કલાકનો સમય લે છે, પરંતુ સામાન્ય રીતે ૧૦-૧૫ ચાળા જ રજૂ કરવામાં આવે છે.

4. પહેરવેશ: નૃત્ય દરમિયાન ભાઈઓ સફેદ વસ્ત્રો પહેરે છે અને ગળા, હાથ અને કમરમાં રૂમાલ બાંધે છે, જે તેમની પરંપરાની વિશિષ્ટતા છે.

5. વાદ્યસંગીત: તુર નૃત્યમાં ઢોલ અને થાળીઓના ઉપયોગથી સંગીતની શરૂઆત થાય છે. ઢોલ ખાસ સેવન વૃક્ષના લાકડા અને ઢોરના ચામડાથી બને છે, જ્યારે થાળીઓ તાંબાની હોય છે.

આ રીતે તુર નૃત્ય ધોડિયા જનજાતિના સાંસ્કૃતિક જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે તેમના ધર્મ, પરંપરા અને ભક્તિભાવનું પ્રતિબિંબ છે.


Post a Comment

Previous Post Next Post