નર્મદા: પ્રાકૃતિક કૃષિ દ્વારા નર્મદા જિલ્લાનો ખેડૂત બનશે આત્મનિર્ભર
નર્મદા જિલ્લાની નાંદોદ, તિલકવાડા, ગરૂડેશ્વર અને સાગબારા તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં ગ્રામ્ય સ્તરે માસ્ટર ટ્રેનર્સની મદદથી વિધિવત માર્ગદર્શન મળે છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રોત્સાહનથી શરૂ કરાયેલ આ અભિયાનને વધુ પ્રોત્સાહન મળ્યું છે.
આ તાલીમ દ્વારા, ખેડૂતો પ્રાકૃતિક કૃષિ માટે કૃત્રિમ ખાતર અને દવાઓને બદલે દેશી ગાય આધારિત પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે. પ્રત્યક્ષ પ્રદર્શન માટે પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવે છે, જ્યાં ખેડૂતોએ સ્વયં આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને સફળતાને માણી છે.
હાલમાં ગરૂડેશ્વરના મોટા પીપરીયા, તિલકવાડાના કેશરપુરા, નાંદોદના પલસી અને સાગબારાના રાણીપુર સહિતના ગામોમાં આ પ્રકારની તાલીમ યોજાઈ, જેમાં મહિલાઓ પણ ઉત્સાહપૂર્વક જોડાઈ રહી છે.
#Infonarmda