વલસાડ જિલ્લાના ૩૮,૫૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તાલીમ આપવામાં આવી
વલસાડ, તારીખ :26-11-2024: પ્રાકૃતિક ખેતીના વિકાસ અને ટકાઉ ખેતી પદ્ધતિઓ પ્રત્યે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે વલસાડ જિલ્લામાં ખરીફ ઋતુ દરમિયાન વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ કુલ ૩૮,૫૦૦ ખેડૂતોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.
જિલ્લા કૃષિ વિભાગ અને પ્રાકૃતિક ખેતી અભિયાન હેઠળ ૧૫૪૦ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. દરેક ગામે પ્રત્યેક ૨૫ ખેડૂતોને તાલીમ આપવામાં આવી, જેથી પ્રાકૃતિક ખેતીના પાયાથી શીખવા અને તે અમલમાં મૂકવાની પ્રેરણા મળી શકે.
મુખ્ય ઉપલબ્ધિઓ:
૨૧,૪૮૬ એકર જમીન પર ૨૧,૦૦૦થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે.
તાલુકા સ્તરે તથા રાજ્યની અંદર અને બહાર વિવિધ તાલીમ અને પ્રવાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
ખેડુતોમાં પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિષે જાગૃતિ વધારવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવી.
પ્રાકૃતિક ખેતીને સક્રિય બનાવવા માટે ખેડૂતોને વિવિધ સાધન અને ટેક્નિક્સનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ પ્રયાસોથી ટકાઉ ખેતી પદ્ધતિઓનો વિકાસ થશે તેમજ ખેડૂત આર્થિક રીતે વધુ મજબૂત બનશે.
મહત્વપૂર્ણ સંપર્ક:
વધુ માહિતી માટે કૃપા કરીને વલસાડ જિલ્લા કૃષિ અધિકારી અથવા કલેક્ટર ઓફિસ સાથે સંપર્ક કરો.
#infovalsadgog
#PrakrutikKheti #Valsad