15 નવેમ્બર, જનજાતિ ગૌરવ દિવસના કાર્યક્રમનેSant રામપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંચમહાલ વિભાગના સંઘચાલક શ્રી સુરેશભાઈ ભાવસાર, જનજાતિ સુરક્ષા મંચના સંયોજક ધર્મેશભાઈ પારગી, તથા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ વળવાઈ જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓ હાજર રહી હતી.
આ ઉજવણી દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો અને તેમના સ્વાતંત્ર્ય સંગ્રામમાંના યોગદાનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પ્રેરણાદાયી ભાષણોમાં ભગવાન બિરસા મુંડાની શૌર્યગાથા અને જનજાતિ ગૌરવ દિવસના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો.
કાર્યક્રમ બાદ બાઈક રેલી યોજવામાં આવી, જે નગરપાલિકા ટાઉનહોલથી બિરસા મુંડા ચોક બસસ્ટેશન સુધી ગઇ. રેલીના અંતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ જનજાતિ સમુદાયના ગૌરવ અને ધરોહરને ઉજાગર કરવા મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડતો પ્રસંગ બન્યો.
#Infogujarat #santarmpur