મોહમ્મદ સિરાજ - સંઘર્ષથી સફળતાની સફર
મોહમ્મદ સિરાજ, ભારતીય ક્રિકેટના સ્ટાર બોલર, જેને તેના ખતરનાક બોલિંગ દ્વારા ઈન્ટરનેશનલ અને IPLમાં મોટી સફળતા મેળવી છે, તેની સફળતાની પાછળ ઘણો સંઘર્ષ છુપાયેલો છે. મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછરેલા સિરાજ માટે ક્રિકેટ રમવા એક પડકારરૂપ સફર બની.
સિરાજના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા અને એક સામાન્ય આવકમાંથી પરિવાર ચલાવતા. સિરાજ માત્ર 70 રૂપિયાની પોકેટ મની મેળવતો, જેમાંથી પણ તે પોતાના ડ્રેસ અને પ્રેક્ટિસ માટે ખર્ચ કરતો. 19 વર્ષની ઉંમર સુધી તે માત્ર ચપ્પલ પહેરીને જ ક્રિકેટ રમ્યો.
સિરાજે કેટરરનું કામ કરીને થોડા વધારાના પૈસા કમાવા શરૂ કર્યા. થોડી થોડી બચત સાથે તેણે ક્રિકેટ માટે ઝુંબેશ ચાલુ રાખી. 2016-17ની રણજી ટ્રોફીમાં તેને હૈદરાબાદ માટે 41 વિકેટ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન પછી IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
2018થી સિરાજ RCBનો ભાગ છે અને 2017માં પહેલીવાર ભારતીય ટીમમાં પસંદ થયો. મોહમ્મદ સિરાજની આ સફળતા સૌને પ્રેરણા આપે છે કે સંઘર્ષ અને મહેનતથી કોઈપણ સપનાને સાકાર કરી શકાય.
Image courtesy: google