અનોખા પત્રકાર : શ્રી અરવિંદ

 અનોખા પત્રકાર : શ્રી અરવિંદ 

"અમે અરવિંદ ઘોષને એક કાન્તિકારી રાષ્ટ્રવાદી અને હિંદના દૈનિક પત્રકારત્વમાં એક નવી જ જીવંત વાણી જાગ્રત કરનાર અગ્નિજ્વાળાશીલ સંપાદક તરીકે ઓળખીએ છીએ."

- માન્ચેસ્ટર ગાર્ડિયન

આવા વર્તમાનપત્ર ઉપર બ્રિટિશ સરકાર રોષે ભરાય એ તો સ્વાભાવિક જ છે. પણ શ્રીઅરવિંદ એવી કાળજીપૂર્વક લેખો લખતા કે એમાં બ્રિટિશ સરકારની ભારોભાર ઝાટકણી કાઢી હોવા છતાં ક્યાંય એવું સાબિત કરી શકાય નહીં કે એ સરકારની વિરુદ્ધ છે. 

આ વિશે તે સમયના પ્રસિદ્ધ અંગ્રેજી દૈનિક ‘માન્ચેસ્ટર ગાર્ડિયને' લખ્યું હતું; “અમે અરવિંદ ઘોષને એક કાન્તિકારી રાષ્ટ્રવાદી તરીકે, અને હિંદના દૈનિક પત્રકારત્વમાં એક નવી જ જીવંત વાણી જાગ્રત કરનાર અગ્નિઝરતા સંપાદક તરીકે ઓળખીએ છીએ.” હવે આ અગ્નિઝરતા સંપાદકનો બ્રિટિશ સરકારને ભય લાગવા માંડયો. 

પ્રજામાં પ્રાણમંત્ર ફૂંકનાર આ મંત્રદાતાને કોઈ પણ ઉપાયે જેલના સળિયા પાછળ ધકેલી દેવા સરકાર હવે વ્યાકુળ બની ગઈ. એક લેખને રાજદ્રોહી ઠરાવી શ્રીઅરવિંદની ધરપકડ પણ કરી. પણ 'વંદેમાતરમ્'ના તંત્રી તરીકે ક્યાંય શ્રીઅરવિંદનું નામ સાબિત થઈ શક્યું નહીં, એટલે ત્યારે તો તેમને નિર્દોષ છોડી દેવા પડયા હતા.

લેખ : શ્રી અરવિંદ જીવનધારા પેજ : ૫૬

Post a Comment

Previous Post Next Post