પોરબંદર જીલ્લા રોજગાર કચેરી દ્વારા વોકેશનલ ટ્રેનર્સની સજ્જતા તાલીમ.

 પોરબંદર જીલ્લા રોજગાર કચેરી દ્વારા વોકેશનલ ટ્રેનર્સની સજ્જતા તાલીમ.

પોરબંદર જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા પોરબંદર જિલ્લાના વિવિધ શાળાઓના વોકેશનલ ટ્રેનર્સને સજ્જતાની તાલીમ આપવા માટે ૫ દિવસીય સત્રનું આયોજન કરાયું.

 આ તાલીમમાં ૧૯ ટ્રેનર્સે ભાગ લીધો અને જીલ્લા રોજગાર વિનિમય કચેરીની વિવિધ સેવાઓ, સાથે જ કારકિર્દી સંભવનાઓ અંગે જાણકારી મેળવી.


જેમાં ઓટૉમેટીવ, એગ્રીકલ્ચર, ઇલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર, બ્યુટી એન્ડ વેલનેસ, હેલ્થ કેર, આઇ.ટી., બેંકિંગ, અને ફાઇનાન્સ જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા. આ ઉપરાંત, વિદ્યાર્થીના કારકિર્દી ઘડતર માટે કેરીયર કાઉંસેલિંગના મહત્વ અને માર્ગદર્શન વિષે ચર્ચા થઈ.

તાલીમમાં પ્રશ્નોત્તરી દ્વારા ટ્રેનર્સના પ્રશ્નોનું સમાધાન પણ આપવામાં આવ્યું,  આ તાલીમમાં સમગ્ર શિક્ષાનાં જીલ્લા કો-ઓર્ડિનેટર શ્રી જયશ્રીબેન સુત્રેજા, એ.આર. & વી.ઇ. કોર્ડીનેટર જીતેશભાઇ સુવા ઉપસ્થિત રહ્યા હતા.


Post a Comment

Previous Post Next Post