ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર: વિજ્ઞાન અને સંસ્કૃતિના સંગમનું કેન્દ્ર
ધરમપુરનું જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ગુજરાતના સૌથી જૂના વિજ્ઞાન કેન્દ્રો પૈકી એક છે અને તેને રાજ્યમાં વિજ્ઞાન અને સંસ્કૃતિના સંગમ તરીકે વિકસાવવામાં આવ્યું છે. 1984માં સ્થપાયેલું આ કેન્દ્ર 4.5 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે અને વિજ્ઞાનના વિવિધ પાસાંઓને જાણવા અને અનુભવવા માટે પ્રોત્સાહક માધ્યમો પ્રદાન કરે છે.
આની ખાસિયત એ છે કે અહીં STEM (Science, Technology, Engineering, Mathematics) શિક્ષણમાં A - Artsને ઉમેરવામાં આવ્યું છે, જેથી વિજ્ઞાનની સાથે-સાથે કલા પણ જોડાય છે. આ કેન્દ્રમાં બાળકોને પ્રોજેક્ટ દ્વારા પોતાનું રોચક અને સક્રિય લર્નિંગ અનુભવવાનો અવસર મળે છે, જેમાંથી ઘણાં પ્રોજેક્ટને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે.
વિજ્ઞાનનો પ્રસાર અને મનોરંજક શીખવાની પ્રક્રિયા માટે અહીં વિવિધ પ્રદર્શન, મીરર મેજિક, 3D વિજ્ઞાન શો, નક્ષત્રાલય અને બાળ વિજ્ઞાન ઉદ્યાન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કેન્દ્ર વનબંધુ વિસ્તારમાંના વિદ્યાર્થીઓ માટે ખાસ આશીર્વાદરૂપ છે, કેમ કે તે તેમની જિજ્ઞાસા અને શોધ-મંશાનું સંવર્ધન કરે છે.