ગુજરાત યોગ બોર્ડનું અનોખું અભિયાન: ડાયાબિટીસ મુક્તિ માટે રાજકોટ ખાતે યોગ શિક્ષણ

 ગુજરાત યોગ બોર્ડનું અનોખું અભિયાન: ડાયાબિટીસ મુક્તિ માટે રાજકોટ ખાતે યોગ શિક્ષણ.

ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત રાજકોટના આનંદ નગર ખાતે પૂજ્ય રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ અને મવડી વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ ભવન ખાતે તા. 14 થી 28 નવેમ્બર સુધી 15 દિવસીય યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં નિષ્ણાતોએ ડાયાબિટીસને કાબુમાં રાખવા માટે પ્રાકૃતિક આહાર, યોગ અને દૈનિક જીવનશૈલી પર માર્ગદર્શન આપ્યું છે. ડૉ. નિશાબેન ઠુમ્મરે પ્રાકૃતિક આહાર, ઋતુચર્યા અને દિનચર્યા વિશે માહિતી આપી હતી. ડૉ. અંકિત તિવારીએ ફળ આહાર અને યોગના આસનો, પ્રાણાયામ અને યોગ્ય નિદ્રા દ્વારા ડાયાબિટીસ મુક્ત જીવન જીવવાના ઉપાયો સમજાવ્યા.


શિબિરમાં 200થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને નિયમિત યોગ અભ્યાસ દ્વારા લાભ લઈ રહ્યા છે. સાથે સાથે, આરોગ્યપ્રદ ગ્રીન જ્યુસ પણ શિબિરમાં આપવામાં આવે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કો-ઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદીએ કમર દર્દ દૂર કરવા માટે ખાસ આસનો વિશે માર્ગદર્શન આપ્યું હતું.

આ યોગ શિબિરો દ્વારા લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ વધારવાનો તેમજ ડાયાબિટીસ મુક્ત જીવનશૈલી તરફ પ્રેરણા આપવા સંદેશ ફેલાવવામાં આવ્યો છે.

#infoRajkot, #yoga,

#DiabetesFreeGujarat, #YogaForHealth, #DiabetesAwareness, #GujaratYogaBoard, #NaturalHealing, #YogaCamp, #HealthyLifestyle, #DiabetesControl, #RajkotEvents, #YogaAndWellness, #GreenJuiceBenefits, #AnandNagar, #SardarPatelBhavan, #YogaForDiabetes, #PrakritikAhar, #HealthyLiving, #GujaratInitiatives, #YogaInRajkot,



Post a Comment

Previous Post Next Post