ચીખલી તાલુકાના રૂમલામાં ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે સાઈકલ વિતરણ.

ચીખલી તાલુકાના રૂમલામાં ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે સાઈકલ વિતરણ

સરસ્વતી વિદ્યાસાધના સાઈકલ યોજના હેઠળ સાઈકલ વિતરણ કાર્યક્રમનું આયોજન

ચીખલી તાલુકાના રૂમલા ગામે આવેલ દક્ષિણ ગુજરાત કોળચા કોટવાલિયા આદિવાસી સેવા સમાજ સંચાલિત જાગૃતિ વિદ્યાલય ખાતે સરસ્વતી વિદ્યાસાધના સાઈકલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો. 

આ અવસરે ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલના હસ્તે ધોરણ 10ની 83 આદિવાસી વિદ્યાર્થિનીઓને સાઈકલ વિતરણ કરાયું.


આ યોજનાનો મુખ્ય હેતુ છે આદિવાસી વિસ્તારોની કન્યાઓને શાળાએ આવવા-જવા માટે સરળતા પ્રદાન કરી તેમના અભ્યાસમાં વધુ સમય ફાળવવામાં સહાયતા કરવી, જેથી તેઓ શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધે અને ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ કન્યાઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું અને શુભેચ્છા પાઠવી. આ કાર્યક્રમે કન્યાઓના શિક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતા તથા આદિવાસી સમાજના ઉત્થાન માટેની અભિપ્રેરણા વર્તાઈ હતી.

આ કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, તથા નવસારી જિલ્લા ભાજપના નેતા રત્નાકરભાઇ અને ભૂરાભાઇ શાહના માર્ગદર્શન અને સહયોગની પ્રશંસા કરવામાં આવી.

આ સાઈકલ યોજના આદિવાસી કન્યાઓના શિક્ષણમાં એક સીમાચિહ્ન તરીકે સાબિત થશે.

Post a Comment

Previous Post Next Post