ડાંગના ખેલાડીઓની ભવ્ય સફળતા: બ્રોન્ઝ મેડલ સાથે રાજ્યનું ગૌરવ વધાર્યું


ડાંગના ખેલાડીઓની ભવ્ય સફળતા: બ્રોન્ઝ મેડલ સાથે રાજ્યનું ગૌરવ વધાર્યું

આહવા, તા. ૨૨: તાજેતરમાં દિલ્હીમાં આયોજિત “કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઈઝન ફેડરેશન કપ ટુર્નામેન્ટ” માં ડાંગ જિલ્લાના બે યુવાન ખેલાડીઓએ પોતાના ઉત્તમ પ્રદર્શન દ્વારા બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ડાંગ સ્પોર્ટ્સ કરાટે એશોસિએશનના યુવાન ખેલાડીઓ શ્રી ગૌરાંગકુમાર ભિવસન અને શ્રી વૈભવભાઈ માહલા ટુર્નામેન્ટમાં સમગ્ર દેશમાંથી ભાગ લેનારા ખેલાડીઓ સાથે હરીફાઈ કરીને મેડલ જીતવામાં સફળ રહ્યા. તેમની આ ઉપલબ્ધિને સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં ઉજવવામાં આવી રહી છે.

ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડકશ્રી તથા ડાંગ સ્પોર્ટ્સ કરાટે એશોસિએશનના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલે અને ગુજરાત કરાટે ફેડરેશનના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ મકવાણા દ્વારા બંને ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

આ ખેલાડીઓની સફળતા પાછળ સિનિયર કોચ શ્રી વિજયભાઈ રાઉત નું મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન છે, જેની મહેનત અને તાલીમથી ખેલાડીઓએ આ સિદ્ધિ મેળવી છે.

ડાંગ સ્પોર્ટ્સ કરાટે એશોસિએશન દ્વારા તમામ કરાટેમાં રસ ધરાવતા યુવાન ખેલાડીઓને સાદર આમંત્રણ છે કે તેઓ આ સંસ્થામાં જોડાઈ અને પોતાની ક્ષમતા સાબિત કરે.

માહિતી સ્રોત: ડાંગ માહિતી બ્યુરો #infodang 


Post a Comment

Previous Post Next Post