અખાડા કરવા : બેદરકારી બતાવવી
અગસ્ત્યનાં વાયદા: જુઠું વચન: ખોટો વાયદો; લાંબા અને નહીં પાળવાના ખોટા વાયદા
અગિયારા ગણવા : નાસી જવું
અગ્નિ ઊઠવો : (૧) ભળતરા થવી(૨) રીસ ચડવી
અઘોર રહેવું-પડવું : મરણ પહેલાંની હોય એવી બેભાન સ્થિતિમાં આવી પડવું
અછો અછો વાનાં કરવા : આદર સત્કાર કરવો;
લાડ કરવા; ખૂબ રાજી રાખવું
અજમો આપવા : (ચૂંકાતું હોય કે વાંધો તોજ તે દૂર કરવા
લાંચ આપવી
અજવાળામાં આવવું : જાહેર થવું. બહાર પડવું
અજવાળામાં મૂકવું : ઉઘાડું કરવું: પ્રસિદ્ધ કરવું: જાહેર કરવું
અજવાળું જોવું : (1) જન્મ થવો
(2) બહાર આવવું; જાહેરમાં પડવું
અટકળ પંચા દોઢસો : માત્ર ગપ; અડસટ્ટે ઠોકવું તે.
અટકી રહેવું : અમુક વગર ન ચાલવું.
અઠે દ્વારકા : લાંબા વખત સુધી ધામા નાખવા
અદડ છાંટવા: (૧) જાદુઈ મંત્રથી બાંધી લેવું; મંતરવું
(૨) તાબે કરવું; આજ્ઞામાં રહે એવું બનાવવું
અડદાળો કાઢવો : શક્તિ ઉપરાંત કામ કરાવીને છેક જ થકાવી
દેવું: મરણતોલ માર મારવો
અકડા-અકડીનો વખત : કટોકટીનો વખત
અક્કડ ને અક્કડ રહેવું : (૧) રોફમાં ને ટાપટીપમાં રહેવું
(૨) મગરૂબીમાં રહેવું
અક્કલ ગીરો મૂકવી : બીજાની બુદ્ધિએ ચાલવું
અક્કલ ગુમ થઈ જવી : બુદ્ધિ ખોઈ બેસવી
અક્કલ ચરવા જવી : ભાન ભૂલવું
અક્કલ દોડાવવી-ચલાવવી : વિચારીને શાણપણથી કામ કરવું
અક્કલ મારી જવી : બુદ્ધિ કે સમજ જતી રહેવી
અક્કલ વેચવી : અઘટિત રીતે સમજ વાપરી પોતાની
બુદ્ધિને નુકસાન પહોંચે તેમ વર્તવું
અક્કલના કાંકરા થવા : બુદ્ધિનો ભ્રંશ થવો તે; મૂર્ખ
અક્કલની ખાણ : બહુ અક્કલવાળી વ્યક્તિ
અક્કલનું આંધળું : દોઢડાહ્યું; મૂર્ખ
અક્કલનો ઓથમીર : અણસમજુ; બેવકૂફ
અક્કલનો દુશ્મન : મૂર્ખ; અણસમજુ; બેવકૂફ
અક્કલનો બારદાન : મૂર્ખ; અણસમજુ; બેવકૂફ
અક્ષરવાસી થવું : મરણ પામીને બ્રહ્મગતિ મેળવવી; મૃત્યુ પામવું
અખત્યાર લઈ લેવો : સત્તા લઈ લેવી
અખરાઈ જવું : ખાટું થઈ જવું; બગડી જવું; ખરાબ થઈ જવું
અડધું થઈ જવું : (૧) અંગ સુકાઈ જવું (૨) અધમૂઉં થવું
અડધો રોટલો : ખાધા પૂરતું; ખાવાને જોઈએ તેટલું; પેટ પૂરતું
અડધો પાયો ઓછો : કમ અક્કલ; ઢંગધડા વગરનું
અડસઠ તીર્થ કરવાં : બધાં તીર્થોની જાત્રા કરવી
અડંગો ઘાલવો નાખવો-લગાવવો : ધારેલું કામ નહીં થતાં સુધી કોઈને બારણે બેસી રહેવું; ધામો
અડિયલ ટટ્ટુ : હઠીલું
અડૂક દડૂકિયો : બંને પક્ષથી ન્યારો રહી પોતાની મરજી મુજબ પક્ષમાંના કોઈને મદદ કરનાર
અડ્ડો જમાવવો : એક જગ્યાએ બેસી રહી હક સ્થાપિત કરવો
અઢાર વાંકાં હોવાં : ઢંગધડા વગરનો માણસ;
દુર્ગુણોની ખાણ જેવો માણસ
અણવીંધ્યો કે વણનાથ્યો આખલો: બેફિકરો માણસ
અણસારે સમજવું : સંકેતથી જાણી જવું
અણીનો વખત : ખરી કટોકટી કે લાગનો વખત
અણી પર રાખવું : કનડવું; હેરાન કરવું
અથાણું કરવું : નિરર્થક રાખી મૂકવું; વ્યર્થ સંગ્રહ કરવો
અદક પાંસળી : અટકચાળું; મૂર્ખ; જેમ ફાવે તેમ
અવિચારીપણે બોલ્યા કરનારું
અદા કરવું : અમલ કરવો
અધ્ધર ચાલવું : ડોળદમામથી ચાલવું
અધ્ધર રાખવું : (૧) જંપીને બેસવા ન દેવું (૨) ફૂલ પેઠે
ઊંચકી રાખીને સંભાળવું (માથું)
(૩) રકમ ચોપડે ન નાખવી
અધ્ધર લટકવું : (૧) આધાર વિના રહેવું; ધંધા રોજગાર
વિનાના રહેવું (૨) બારીક સ્થિતિમાં આવી
પડવું
અન્ન અને દાંતને વેર થવાં : માણસની ગરીબ સ્થિતિ થવી
અન્ન જળ ઊઠવું-ખૂટવું : (૧) લેણા દેણી પૂરી થવી
( ૨) નસીબ રૂઠવું
અન્ન જળ છોડવું : ઉપવાસ કરવો
અન્ન પાણી ઝેર થઈ જવાં : દુઃખમાં ખાવું-પીવું અકારું
લાગવું; માણસની ગરીબ સ્થિતિ
અભરાઈ પર મૂકવું : કોરે મૂકવું; છુપાવવું
અવસર ચૂકવો : તકનો લાભ ન લેવો
અવસર તાકવો : લાગ માટે રાહ જોવી
અવસરે મોતી ભરડવાં : પ્રસંગે બરોબર ખર્ચ કરવું
અવળા ગણેશ બેસવા : શરૂઆતથી જ વિઘ્નો નડવા
અવળા પાટા દેવા : આડું-અવળું સમજાવી પોતાના મનનું કરવું
અવળા પાસાં પડવા : (૧) ધાર્યા પ્રમાણે ન થવું; ઊલટું થવું
(૨) કરેલી યુક્તિ પાર ન પડવી
(૩) ગણતરી ઊંધી પડવી
અંક ભરવો : ખોળો ભરવો
અંકે કરવું : (૧) કસોટી વટાવી હાથ કરવું
(૨) સંપૂર્ણ કરવું; નક્કી કરવું; સાબિત કરવું
(૩) ભેટવું
અંકે સો કરવા : કરાર પૂરો કરવો
અંગ ઉપર આવી પડવું : (૧) કામ માથે પડવું; જાતે કરવાનું
થવું (૨) માથે જવાબદારી આવવી
અંગ ચોરવું-સાચવવું : દિલદગડાઈ કરવી; કામની ચોરી કરવી;
આળસ કરવી; કામમાં ઢીલ કરવી
અંગાર પર લોટવું : (૧) ક્રોધ કે ઈર્ષાથી બળવું
(૨) દાહથી બળવું
અંગારા ઊઠવા : કાળજામાં ચીરો પડવો
અંગારા ઝરવા : ખૂબ ક્રોધથી આંખ અંગારા જેવી
લાલચોળ થવી
અંગારો પાકવો : કુળને કલંક લાગે એવા કુપુત્ર સાબિત થવું
અંગૂઠે કમાડ ઠેલવું : માલૂમ ન પડે તેમ છૂપી રીતે વર્તવું /
છાની રીતે કામ કરવું;
અંગૂઠા કરી આપવા : (૧) મદદ કરવી (૨) પોતાનું કામ બીજા પાસે સેરવવું
અંગૂઠો દેખાડવો-બતાવવો : (૧) ડિયો બતાવવો; નાસીપાસ થયેલાને ચીડવવું (૨) કબૂલ ન કર્યાની નિશાની કરવી; નાપસંદગી દેખાડવી (૩) વિરોધ દર્શાવવો (૪) હાંસી કરવી
અંતર આપવું-દેવું : મનની છાની વાત કહેવી; પોતાનો વિચાર સામાને જણાવવો
અંતરપટ ખોલવું : (૧) મન ઉપરનો અજ્ઞાનતાનો પડદો કાઢી નાખવો (૨) મનનો મેલ દૂર કરી વાત કરવી (૩) વચ્ચેનો પડદો દૂર કરવો; ખુલ્લું કરવું
અંતર પડવું : (૧) છેટું પડવું; દૂર હોવું (૨) જુદા પડવું (૩) તફાવત રહેવો (૪) મળતું ન આવવું (૫) વિશ્વાસ જતો રહેવો (૬) સંમત ન થવું
અંતર રાખવું : (૧) ખંત વગર કામ કરવું (૨) જુદાઈ માનવી; તફાવત રાખવો(૩) દૂર રાખવું; સાથે ભળવા ન દેવું (૪) વિશ્વાસ ન રાખવો (૫) પરાયું-પારકું માનવું; મન મૂકીને ન વર્તવું
અંધાર પછેડી ઓઢવી-પહેરવી :ગુપ્ત કે અજ્ઞાત રહેવું તે
અંધારામાં કુટાવું : (૧) મિથ્યા બાથોડિયાં મારવાં (૨) કાંઈ જાણ્યા વિના મિથ્યા પ્રયાસ કરવો
અંધારામાં રહેવું : (૧) જાહેરમાં ન આવવું (૨) હકીકતથી અજાણ હોવું
અંધારામાં રાખવું : ખરી હકીકત જાણવા ન દેવી
અંધારાં આવવાં : પિત્ત થવાથી એકાએક આંખે ન દેખાવું
અંધારે અક્કલ વહેંચવી : અયોગ્યને મોટું સ્થાન આપવું
અંધારે ડાંગ મારવી : (૧) અંધારામાં ફાંફાં મારવાં (૨) હેતુ વગર કામ કરવું; તાક્યા વિના મારવું
અંધેર મચાવવું-જમાવવું : જુલમ ગુજારવો,
આકડા વાવવા : ઠેકઠેકાણે વેર કરવું; લડાઈના મૂળ રોપવા
આકાશ તૂટી પડવું : ઓચિંતી આપત્તિ આવવી
આકાશ-પાતાળ એક કરવું : મોટી ઊથલપાથલ કરવી; મહાપ્રયત્ન કરવો; અસંભવિત કાર્ય સિદ્ધ કરવું
આકાશ પાતાળ એક થઈ જવું : પ્રલય થવો; ઘણી મુશ્કેલી પડવી ;મહાઉત્પાત કરવો; ઉલ્કાપાત કરવો
આકાશના તારા ઉતારવા-ઉખાડવા : અસંભવ કાર્ય માટે ચેષ્ટા કરવી
આકાશની સાથે વાત કરવી : ખૂબ ઊંચું હોવું; મોટી મોટી આશાઓ રાખવી
આકાશમાં ઊડવું : વખાણથી મગરૂર થવું; ફુલાવું
આકાશમાં ચડાવવું : વખાણ કરીને ફુલાવવું
આકાશમાં ચંદરવો બાંધવો : બેહદ પરાક્રમ કરી વાહવાહ ફેલાવવી; દેશદેશમાં નામના કરવી
આકાશે ચડવું : વધારીને વાતો કરવી
આખા ગામનો ઉતાર : ગામનો ખરાબમાં ખરાબ માણસ
આખા હાડકાનું : મહેનત કરવામાં કાયર; આળસુ
આખું કોળું શાકમાં જવું : નજરે દેખાય એવું હોવા છતાં શરતચૂક થવી; ગફલત થવી
આગ ઊઠવી : પાણી ફરવું; વ્યર્થ જવું; નષ્ટ થવું
આગ ફાટવી : (૧) ખૂબ ક્રોધે ભરાવું; સામાને ક્રોધ કરાવવો (૨) તોફાને ચડવું (૩) દ્વેષ કરવો; અદેખાઈથી આવેશમાં આવવું (૪) હડહડતું જૂઠું બોલવું
આગ લાગવી : (૧) ઇશ્કમાં પડવું (૨) ઉશ્કેરાવું; ક્રોધ ચડવો (૩) એકદમ ભાવનું ચડી જવું કે ઊતરી જવું (૪) ભૂખ લાગવી
આગ વરસવી : (૧) અસહ્ય દુ:ખ થવું (૨) કોઈનું સારું દેખી બળવું (૩) ક્રોધ વ્યાપવો
આગપાણી થવું : મતભેદને વખતે બંને પક્ષે ઉશ્કેરાઈ જઈ ગુસ્સો ન કરતાં એકે શાંત રહેવું; નરમગરમ થવું
આગલીપાછલી ભૂલી જવી : ગઈ ગુજરી વીસરી જવી; માફ કરવું
આગવું ડહાપણ ડોળવું : જરૂર કરતાં વધારાનું ડહાપણ બતાવવું
આઘું પાછું કરવું : (૧) દૂર કરવું; સંતાડવું (૨) આડુંઅવળું સમજાવી ઉશ્કેરવું
આઘું જઈને પાછું પડવું : પોતાની જ ભૂલથી સહન કરવું
આચમન મૂકવું : (૧) છોડી દેવું; તજી દેવું (૨) દાનમાં આપવું
(૩) પાણી મૂકવું; નિયમ કરવો
આજની ઘડી ને કાલનો દહાડો : કદિ નહિ; કાયમને માટે અલોપ થઈ જવું
આટો કાઢવો : (૧) કામ કરાવીને થકવી નાખવું (૨) ખૂબ માર મારવો (૩) નુકસાનીમાં ઉતારવું
આઠમનો ઉપવાસ : કંઈ રાંધવું નહિ
આઠે અંગે : (૧) ખરા અંતઃકરણથી (૨) તદ્દન: સંપૂર્ણ: પૂરેપૂરું (૩) સાંગોપાંગ; સાષ્ટાંગ
આઠે પહોર ને બત્રીસે ઘડી : સતત; નિરંતર
આઠે સિદ્ધિ ને નવે નિધિ : સંપૂર્ણ સુખ
આડ આવવી : અડચણ આવવી; પ્રતિબંધ હોવો
આડી વાટની ધૂળ : શૂન્ય બરાબર; નકામાં ફાંફાં
આડું ઊતરવું : (૧) અપશુકન થવાં (૨) વચમાં હરકત નાખવી (૩) સામું થવું
આડો આંક વાળવો : છેવટની હદે જઈને વર્તવું; તોબા કરવી
આણ વર્તાવવી : (૧) અમલ ચલાવવો; સત્તા ચલાવવી (૨) ઢંઢેરો પિટાવવો; દુવાઈ ફેરવવી; જાહેર કરવું
આદુ ખાઈને મંડવું : ખંત અને જહેમતથી મંડ્યા રહેવું
આબરૂ ઉપર આવવું : ચારિત્ર્ય કે આબરૂ અંગે આક્ષેપ કરવો
આબરૂના કાંકરા કરવા : માન-પ્રતિષ્ઠાની ફજેતી કરવી
આભ ફાટવું : મહા વિકટ આપત્તિ આવવી
આભના તારા ઉખાડવા- ઉતારવા : (૧) મહા વિકટ કામ કરી બતાવવું (૨) ભારે ઉધમાત કે ઉથલપાથલ કરવી
આભના તારા ખરવા : ઉલ્કાપાત થવો; ખળભળાટ મચવો
આભના તારા જોવા : (૧) શક્તિ ઉપરાંત હામ ભીડવી (૨) પાર ન પડે એવા મનસૂબા કરવા
આભના તારા દેખાડવા : અસંભવ આશાઓ આપવી
આરિયાં થઈ જવું : ઢીલું ઢફ થઈ જવું
આરે આવેલું વહાણ ડૂબવું : કર્યું કારવ્યું છેલ્લે નિષ્ફળ જવું
આસમાન જમીનનો ફેર હોવો : ઘણો મોટો તફાવત હોવો
આસમાન તૂટી પડવું : મોટી આફત આવી પડવી
આસમાન દેખાડવું : કુસ્તીમાં હરીફને પછાડી ચત્તો કરવો
આસમાન પર ચડવું : અભિમાની બનવું; ફુલાઈ જવું
આસમાનના તારા ઉતારવા : (૧) અતિ કઠણ કામ કરી બતાવવું (૨) ભારે ઊથલપાથલ કરવી
આસમાનના તારા દેખાડવા : વ્યર્થ આશાઓ આપવી
આસમાનમાં ઊડવું : (૧) ઊંચા ઊંચા સંકલ્પ બાંધવા (૨) બહુ મોટી વાતો કરવી
આસમાનમાં ચડાવવું : બહુ વખાણ કરવાં; ઉશ્કેરવું
આસમાની આફત : દુકાળ કે ધરતીકંપ જેવી કુદરતી મુશ્કેલી
આળસુનો પીર : ઘણો જ આળસુ
આંકડો અધ્ધર ને અધ્ધર રાખવો : બહુ ગર્વ રાખવો;ટેક ઊંચી ને ઊંચી રાખવી
આંકડો નમવો-નરમ પડવો : (૧) ગર્વ ઊતરવો (૨) નરમ પડવું; શાંત થવું
આંકડો મૂકવો : ગર્વ છોડી દેવો; નરમ થવું
આંખ આડા કાન કરવા : જોયું કે સાંભળ્યું નથી એમ ગણી લક્ષ્યમાં ન લેવું
આંખ ઉઘાડીને જોવું : બુદ્ધિપૂર્વક વિચાર કરવો
આંખ ઊઘડવી : ભાન આવવું; સમજ આવવી
આંખ ઊંચી કરવી : સામે થવા હિંમત કરવી
આંખ એકઠી થવી : બે જણની સામસામી મીટ મંડાવી
આંખ કાઢવી-ફેરવવી : ધમકાવવું; બિવડાવવું
આંખ ખસેડવી : કામ પરથી ચિત્ત ખસેડવું
આંખ ચગાવવી : કટાક્ષ ફેંકવા; ઇશારત કરવી
આંખ ચોરવી : જવાબદારીમાંથી છટકવું; છેતરવું
આંખ ચોળીને રહેવું : પસ્તાઈને હારી થાકી બેસવું
આંખ ટાઢી થવી : સંતોષ થવો; નિરાંત વળવી
આંખ ઠરવી : સંતોષ થવો
આંખ ઠરી જવી : મરી જવું
આંખ તળે આવવું : નજરે ચઢવું; પસંદ પડવું
આંખ દેખાડવી : ધમકી કે બીક બતાવવી
આંખ ફરી જવી : ક્રોધાયમાન થવું
આંખ ફૂટવી : આંધળા થવું; ન દેખાવું
આંખ ફોડવી : આંખને શ્રમ આપવો
આંખ બતાવવી : ધમકી આપવી કે બીક બતાવવી
આંખ મળવી : ઊંઘવું
આંખ મારવી : ઈશારત કરવી
આંખ મીંચવી : (૧) જોયું ન જોયું કરવું; ઉપેક્ષા કરવી (૨) મૃત્યુ થવું
આંખ મીંચીને અંધારું કરવું : વગર વિચાર્યું સાહસ કરવું
આંખ વઢવી : અરસપરસ અણગમો થવો
આંખની કીકી : ઘણું જ પ્યારું
આંખનું આંજણ : ખરી ખોટનું
આંખનો પાટો : અણગમતું કે અળખામણું
આંખમાં આવવું : કંઈક અદેખાઈ સાથે બીજાનું લઈ લેવાની દાનત થવી; ઈર્ષા થવી; કોઈનું સારું દેખી ન ખમાવું
આંખમાં આંગળીઓ ઘાલવી : ભોળવીને છેતરવું-ઠગવું
આંખમાં આંજવું : (૧) છેતરવું; ફસાવવું; ભોળવી નાંખવું; સામાની અક્કલ છેતરાઈ જાય એમ કરવું (૨) શરમિંદું પાડવું; ઝાંખું કરવું
આંખમાં કમળો હોવો : અદેખાઈ હોવી; ઈર્ષા હોવી
આંખમાં કસ્તર આવવી : ઈર્ષા થવી; અદેખાઈ થવી
આંખમાં ખુન્નસ આવવું : ઝેર આવવું; ગુસ્સે થવું; ક્રોધ ચઢવો; વેર લેવાના જુસ્સા પર આવી જવું
આંખમાં ગમવું : માયા કે હેતની લાગણી થવી
આંખમાં ઝેર આવવું-ભરાવું : અદેખાઈની સાથે બીજાનું કંઈ લેવાની દાનત થવી; ઈર્ષા થવી
આંખમાં ધૂળ નાખવી : પ્રપંચ કરી ઠગવું (૨) આડુંઅવળું સમજાવી ફસાવવું (૩) છેતરવું; ઠગવું
આંખમાં પાણી આવવું : (૧) રડવું; આંસુ આણવાં (૨) અંતઃકરણમાં દયાની લાગણી થઈ આવવી
આંખમાંથી ભાલા કાઢવા : કરડી નજરે જોવું; કાતરિયાં કાઢવાં; વક્રદ્રષ્ટિ કરવી
આંખે અંધારી બાંધવી : (૧) માયાના કે સ્વાર્થના લેપમાં કાંઈ સૂઝે નહિ એવી દશાને પ્રાપ્ત થવું; ભાન જવું
આંખે આવવું : અદેખાઈ આવવી
આંખે ઊડીને વળગે એવું : મન હરી લે એવું
આંખે ચઢવું : અદેખાઈ થાય એવી રીતે કોઈ બીજાને દેખાવું
આંખેથી પાટા છોડવા :ગયેલી શુદ્ધિ પાછી આણવી;બુદ્ધિપૂર્વક વિચાર કરવો
આંખે પાટા બાંધવા : (૧) કાંઈ ન સૂઝે એવી દશાને પ્રાપ્ત થવું; અક્કલ-શુદ્ધિ દૂર જવી (૨) ભમાવવું; ભોળવી નાખવું
આંખો ઓડે જવી : (૧) ભારે દુઃખવાળી સ્થિતિ વેઠવી (૨) રાહ જોઈ જોઈ થાકવું
આંખો બોચીએ આવવી : છેક જ અશક્ત થઈ જવું; મરણતોલ થવું
આંખો બોચીએ જવી :(૧) કોઈની તરફ નરમ નજરે ન જોતાં પોતાના તોરમાં-મગરૂરીમાં રહેવું(૨) વિસ્મિત થવું; અજાયબી પામવું(૩) મરણતોલ દશાને પ્રાપ્ત થવું
આંગણું ઘસી નાખવું : સામી વ્યક્તિ કંટાળી જાય એટલો બધો વખત ઘરમાં આવજા કરવી
આંગળાં કરડવાં : ભોંઠાપણું કે પસ્તાવો દર્શાવવો
આંગળી આપવી : ઉશ્કેરવું; ઉત્તેજન આપવું; પ્રેરણા કરી જગાડવું
આંગળી ઊંચી કરવી : (૧) કબૂલ થવું; હા પાડવી (૨) નાદાર થવું (૩) પરમેશ્વર સિવાય બીજાનો આધાર નથી એમ જણાવવું (૪) રમત ચાલુ રાખવાની પોતાની અશક્તિ દર્શાવવી
આંગળી કરવી : (૧) ફજેતી કરવી (૨) ચાળા કરવા; અટકચાળા કરી ચીડવવું (૩) ઉશ્કેરવું
આંગળી ખૂંપવી : પોલું દેખી ફાવી જવું
આંગળીના ટેરવે હોવું : તરત ગણતરી થઈ શકે એવું
આંગળીના વેઢા પર : એક પછી એક ગણી શકાય એવું; ગણતરીપૂર્વક
આંગળી પર રાખવું :લાડમાં રાખવું; વશ કરવું
આંચ આવવી :ઈજા થવી; નુકસાન થવું
આંચકો ખાવો : (૧) આનાકાની કરવી (૨) કામ કરતાં અચકાવું; ખમચાવું; અટકી જવું
આંજી નાખવું : (૧) છક કરી નાખવું; છેતરવું (૨) સંતોષ પમાડવો
આંટી ઊકેલવી : (૧) કોકડું ઉખેળવું (૨) ગૂંચ કાઢવી (૩) મુશ્કેલી દૂર કરવી; મૂંઝવણ દૂર કરવી
આંટી પડવી : (૧) ગુંચવાઈ જવું (૨) વેર બાંધવું; અણબનાવ થવો (૩) ગંઠાઈ જવું
આંટી પાડવી : (૧) ગાંઠ બાંધવી (૨) વેર કરાવવું; દુશ્મનાવટ ઊભી કરાવવી
આંતરડાની ગાંઠો વળી જવી ને પાંસળીઓની કાંસકી થઈ જવી : (વિધવા કે માબાપે) છોકરાંને મોટાં કરવા પાછળ પોતાની જાત ઘસી નાખવી
આંતરડી કકળવી : અંતઃકરણના દુઃખથી હૃદયમાં ભારે વેદના થવી
આંતરડી કકળાવવી : દુ:ખ આપવું; પીડા કરવી
આંતરડી ઠરવી : સંતોષ થવો; સુખ થવું
આંધળા પાટા બાંધવા :કાંઈ સૂઝવા ન દેવું
આંધળાની આંખ : ઘણું અગત્યનું
આંધળાને સૂઝે એવું : બહુ ઉપયોગી; સ્પષ્ટ; ચોખ્ખું
આંધળિયાં કરવાં : સારા માઠાનો વિચાર કર્યા વિના કૂદી
પડવું; બેભાન; દિગ્મૂઢ
આંધળી ભેંસે મોઢું ભાળવું : જોઈતું હોય તે મળે એટલે એને છોડવા તૈયાર ન થવું
આંધળે બહેરું કુટાવું : ગેરસમજ થવી
ઈજ્જત આપવી-કરવી : માન આપવું; આબરુ વધારવી
ભાંગી જવું – હતાશ થવું
બારમું કરવું – મરનારના બારમા દિવસે શ્રાદ્ધક્રિયા કરવી
પેટમાં ખાડા પડવા – ખૂબ ભૂખ લાગવી
વેઠ કરવી – દિલ વિના ફરજિયાત કામ કરવું
મોનો કોળિયો ઝૂંટવી લેવો – ગરીબની આવક ઉચાપત કરવી
ગળે વાત ન ઊતરવી – સમજમાં ન આવવી
તકાદો કરવો – ઉઘરાણી માટે દબાણ કરવું, ચાંપતી ઉઘરાણી કરવી
દુઃખ રડવું - મુશ્કેલી જણાવવી
પૈસા વસૂલ કરવા – પૈસા ચૂકતે કરવા
અંગૂઠો પાડવો –ખત વગેરેમાં સહી તરીકે અંગૂઠાનું નિશાન કરવું
પૈસા ખોટા કરવાની દાનત ન હોવી – કરજ ન ચૂકવવાની ખરાબ વૃત્તિ ન હોવી
દૂધે ધોઈને આપવું – પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું
ચોપડો જૂઠું ન વાંચે – ચોપડામાં લખેલો હિસાબ ખોટો ન હોવો
લોહી ચૂસવું – આર્થિક શોષણ કરવું
નાદ લાગવો – ધૂન લાગવી
ઓળઘોળ થઈ જવું - ન્યોછાવર થઈ જવું
જીવ ઊંચો થઈ જવો – ઉચાટ કે ચિંતા થવી
નિશાન ઊંચું રાખવું-લક્ષ્ય કે ઉદ્દેશ ચડિયાતું રાખવું
ચોકી કરવી – દેખભાળ રાખવી, નજર રાખવી
માથું ધુણાવવું-માથું હલાવી ‘હા’ કે ‘ના’નો ઇશારો કરવો
ભેજામાં ભૂસું ભરાવું – મગજમાં ખોટો વહેમ ભરાવો
વટ પડી જવો-મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા
હલ્લો કરવો –ગુસ્સે થઈ હુમલો કરવો
ટાંકણાં ટોચવાં – સતત ટોકટોક કરવું
ઊંબરે ઊભવું– અલગ થઈ જવું
ખોટું લાગવું–માઠું લાગવું, દુ:ખ થવું
મોંમાં ઘી-સાકર-સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી
ભારે હૃદયે-દુઃખી હૃદયે
આંખ ભીની થવી – લાગણીસભર થવું
કરી છૂટવા તૈયાર રહેવું – મદદ કરવા તૈયાર રહેવું