તાપી: નદીના નામે પ્રખ્યાત એક શ્રેષ્ઠ જિલ્લો

 તાપી: નદીના નામે પ્રખ્યાત એક શ્રેષ્ઠ જિલ્લો

તાપી જિલ્લો ગુજરાતના દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલો છે, અને તેનું મુખ્ય મથક વ્યારા શહેર છે. જિલ્લાની ભૂમિ પર નદી, પર્વતો અને વિવિધ ઐતિહાસિક સ્થળો છે, જે તેને કુદરતી અને સાંસ્કૃતિક રીતે આકર્ષક બનાવે છે. તાપી જિલ્લામાં 7 તાલુકા, 2 નગરપાલિકા, 2 વિધાનસભા મતવિસ્તારો, 523 ગામો અને 291 ગ્રામ પંચાયતો છે.

તાપી જિલ્લાના વ્યારા તાલુકો, સોનગઢ તાલુકો, ઉચ્છલ તાલુકો, નિઝર તાલુકો, કુકરમુંડા તાલુકો, ડોલવણ તાલુકો અને વાલોડ તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં વ્યારા અને સોનગઢ તાલુકામાં નગરપાલિકા આવેલી છે.

તાપી જિલ્લામાં બે વિધાનસભાની બેઠકો આવેલી છે, જેમાં વ્યારા અને નીઝરનો સમાવેશ થાય છે. આ બેઠકો સુરત સંસદીય વિસ્તારમાં આવેલી છે.

તાપી જિલ્લાનો કુલ વિસ્તાર 3139 ચોરસ કિલોમીટર છે, અને 2011ની વસ્તી ગણતરી અનુસાર તેની વસ્તી આશરે 8,07,022 છે. તાપીમાં વસ્તીની ગીચતા 234 વ્યક્તિ પ્રતિ ચો.કિમી છે, જ્યારે સાક્ષરતા દર 69.23% છે. અહીં લિંગ અનુપાત 1007 છે, જે દેશના સરેરાશ કરતાં વધુ છે.

તાપી જિલ્લો મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલો છે. 21°12′N 73°40′E પર સ્થિત તાપી, સમુદ્ર સપાટીની 69 મીટરની ઊંચાઈ પર આવેલો છે. જિલ્લાનો મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર આવેલો છે, અને તે ગાંધીનગરથી 315 કિલોમીટર અને દિલ્હીથી 1186 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં છે.

તાપીનો સોનગઢ કિલ્લો પ્રાચીન ઈતિહાસ ધરાવે છે, જેની સ્થાપના 18મી સદીમાં મરાઠા સામ્રાજ્યના શિવાજીના આદેશ પર ગાયકવાડ વંશના પાલાજી રાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. આ કિલ્લો મરાઠા અને મુઘલ શૈલીઓના સંમિશ્રણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

મુખ્ય પર્યટન સ્થળો:

1. સોનગઢ કિલ્લો: આ કિલ્લાની સ્થાપના ગાયકવાડ વંશના પાલાજી રાવ ગાયકવાડે 1729-1766માં કરી હતી. તે ઊંચી ટેકરી પર બાંધવામાં આવ્યો છે, જેની સ્થાપત્ય શૈલી મરાઠા અને મુઘલ કલાના સંયોજનનું સુંદર ઉદાહરણ છે.


2. ગૌમુખ મંદિર: તાપી જિલ્લાના સોનગઢ નજીક ગોમુખ મંદિર શિવ મંદિર છે. આ મંદિર જંગલોથી ઘેરાયેલું છે અને નજીકમાં ધોધ છે, જે પ્રવાસીઓને આકર્ષિત કરે છે.




Post a Comment

Previous Post Next Post