બાલ વિવાહ મુક્ત ભારત: કામરેજના વાત્સલ્યધામ શાળા ખાતે જાગૃતિ કાર્યક્રમ.
27 નવેમ્બર, 2024ના રોજ, નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 'બાલ વિવાહ મુક્ત ભારત' પહેલનો આરંભ કરવામાં આવ્યો, જેમાં સમગ્ર દેશભરના લોકોનો સહયોગ મળી રહ્યો છે.
આ પહેલના ભાગરૂપે સુરતની પ્રયાસ JAC સોસાયટી દ્વારા કામરેજના વાત્સલ્યધામ શાળામાં વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા પ્રશાસન, પોલીસ, કાનૂની સેવા સત્તા મંડળ, બાળ સંરક્ષણ એકમ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓનો સહભાગ રહ્યો.
સુરતની શાળાઓ અને સંસ્થાઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાયા, જેમાં બાળકોએ અને લોકોએ બાળ વિવાહ રોકવાની શપથ લીધા. 2030 સુધીમાં બાળ વિવાહના સમૂલ નિમુલન માટે કાયદાની કડક અમલવારી અને સમાજમાં સકારાત્મક પરિવર્તનો લાવવા પર ભાર મૂકવામાં આવ્યો.
#Surat #InfoSurat