ડાંગ જિલ્લાની પોલીસ દ્વારા શરૂ કરાયેલા "મિશન સોલ્યુશન" અભિયાનના હેતુ અને દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવાયું છે, જે ખાસ કરીને યુવાનો અને વિધ્યાર્થીઓમાં નશાખોરી રોકવા માટે જાગૃતતા લાવવાનો મુખ્ય આશય છે.
જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ દ્વારા શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ટાયર પંચર માટેના સોલ્યુશનના દુરુપયોગના કારણે ઊભી થયેલી નશાખોરીની સમસ્યા સામે, પોલીસે શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારીને યુવાનોને કાઉન્સેલિંગ અને સમજણ આપવાનું કામ હાથ ધર્યું છે.
ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે ગેરેજ અને ટાયર પંચર દુકાનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ તેઓને યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે.
સમાજ માટેનો સંદેશ:
પોલીસે યુવાનોને નશાખોરીથી દૂર રહેવા અપીલ કરી છે અને નાગરિકોને પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ જણાય તો તાત્કાલિક ટોલ ફ્રી નંબર 1933 પર જાણ કરવા અનુરોધ કર્યો છે.
આ અભિયાનથી યુવા પેઢી માટે સકારાત્મક પ્રભાવ લાવવાનો ઉદ્દેશ પોલીસ વિભાગ દ્વારા સાકાર કરવામાં આવી રહ્યો છે.