ગાગા અભયારણ્ય: ગુજરાતનું વિશિષ્ટ પક્ષી આશ્રયસ્થાન

 ગાગા અભયારણ્ય: ગુજરાતનું વિશિષ્ટ પક્ષી આશ્રયસ્થાન

Image Courtesy: Wikipedia 

ગાગા અભયારણ્ય, જેને મહાગંગા પક્ષી અભયારણ્ય પણ કહેવાય છે, દેવભૂમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું એક પક્ષી અભયારણ્ય છે. તેની સ્થાપના નવેમ્બર 1988માં કરવામાં આવી હતી અને તે 332.87 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ અભયારણ્ય વિશાળ ઘાસ વિસ્તારો અને ગોરાડ જમીન ધરાવે છે, જેમાં વિવિધ પ્રાણીઓ જેવા કે નીલગાય, શિયાળ, જંગલી બિલાડી અને વરૂ તેમજ ફ્લેમિંગો, ઘોરાડ અને અન્ય અનેક પક્ષીઓના આગમન માટે મહત્વનું સ્થાન છે.

કચ્છના ઘોરાડ અભયારણ્યની જેમ આ અભયારણ્ય પણ ઘોરાડની વસ્તી ધરાવે છે, પરંતુ ઘોરાડના સંરક્ષણમાં પડકારો હોવાને કારણે ગુજરાતના અન્ય અભયારણ્યોમાં આ પક્ષી લગભગ બે દાયકાઓ અગાઉ જ લુપ્ત થઇ ગયું છે.


Post a Comment

Previous Post Next Post