સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
સાબરકાંઠા: જિલ્લાના કલેક્ટરશ્રી ડૉ. રતનકંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. બેઠકમાં પેયજળ અને સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા.
ગ્રામીણ પેયજળ યોજનાઓ
બેઠક દરમિયાન માહિતી આપવામાં આવી કે અત્યાર સુધીમાં જિલ્લાના ૧૧૮૭ યોજનાઓને ₹૩૦૦૭૧.૪૮ લાખના કામોને મંજૂરી મળી છે. આમાંના ૮૦૫ યોજનાઓ પૂર્ણ થઈ છે, જે માટે કુલ ₹૮૯૮૮.૦૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
રીજુવીનેશન કાર્યક્રમના નિર્ણયો
ઈડર તાલુકાના નવા ચામુ ખાતે હયાત કુવો ઉંડો કરવા, પાઇપલાઈન અને પમ્પિંગ મશીનરી સ્થાપિત કરવા તેમજ વીજળીકરણ માટે ₹૩૪.૪૭ લાખના ખર્ચે યોજનાની વહિવટી મંજુરી આપવામાં આવી હતી.
યાંત્રિક વિભાગના કામોને મંજૂરી
જિલ્લાના ૧૭ કામો માટે ₹૧૫.૯૨ લાખના અંદાજિત ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. હિંમતનગર, ઈડર, વડાલી અને તલોદ તાલુકાઓમાં આ કામોને અમલમાં મૂકવામાં આવશે.
વિશેષ સન્માન કાર્યક્રમ
સફાઈ કર્મચારીઓને સન્માનિત કરી તેમની મહેનતને કદર આપવામાં આવી હતી. તેમજ શૌચાલય યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભો વિતરણ કરવામાં આવ્યા હતા.
ઉપસ્થિત વિશિષ્ટગણ
આ બેઠકમાં સરપંચશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
#Infosabarkantha