બાલારામ-અંબાજી અભયારણ્ય: વન્યજીવન અને પ્રકૃતિનું અદ્વિતીય સ્થાન
બાલારામ-અંબાજી અભયારણ્ય ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું એક મહત્વનું અભયારણ્ય છે. તેની સ્થાપના 7 ઓગસ્ટ, 1989ના રોજ કરવામાં આવી હતી. આ અભયારણ્યમાં પ્રાચીન વનસ્પતિ અને જંગલ જીવજંતુઓનું વૈવિધ્ય જોવા મળે છે, જેમાં રીંછ, નીલગાય અને ઝરખ જેવા પ્રાણીઓ મુખ્ય આકર્ષણ છે. અભયારણ્ય અંબાજી અને બાલારામ જેવા પવિત્ર સ્થળોને જોડતું છે અને અહીંથી બાલારામ નદી વહે છે, જે આ પ્રાકૃતિક સ્થળને વધુ મનોહર બનાવે છે.
રાજસ્થાનના થાર રણને ગુજરાત તરફ ફેલાતું રોકવામાં બાલારામ-અંબાજી અભયારણ્યનો મોટો ફાળો છે. અહીં લગભગ 483 પ્રકારની વનસ્પતિ છે, જેમાં 107 પ્રકારના વૃક્ષો, 58 પ્રકારના છોડ, 219 પ્રકારની ઔષધિ, 40 પ્રકારની ઘાસ અને 49 પ્રકારની લતા(વેલ)નો સમાવેશ થાય છે.
મોડદ, ખૈર, ધાવડો, સાલેડી, કડાયો, ટીમરુ, ખાખરો, બોર, દેશી બાવળ, બીલી, દુધી, ગોલર, કાંજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન સાદડ, જાંબુ અને બેહડા જેવી વનસ્પતિ અહી સામાન્ય પણે જોવા મળે છે.