જંગલના રાજાઓનું સન્માન: ડાંગ દરબારની ઐતિહાસિક પરંપરા.
રાજાઓના રાજ જતા રહ્યા પણ હજી ડાંગ જિલ્લાના રાજાઓના રાજ છે
ડાંગી વનવાસીઓ માટે ખરીદી કરવા અને વર્ષ દરમિયાન જોઈતી ચીજવસ્તુઓ અને સામી હોળીએ કરવામાં આવતી ખરીદીઓ એટલે દરબાર. રાજાઓના રાજ જતા રહ્યા પણ હજી ડાંગ જિલ્લાના રાજાઓના રાજ છે જ ભલે એક દિવસના હોય. આ પરંપરા ફક્ત ડાંગમાં જ જળવાઈ રહી છે અને આ એક દિવસ માટે ખૂબ જ આદર અને માન-સન્માન સાથે રાજ્યપાલના હસ્તે પોલિટિકલ પેન્શન, પાનબીડુ, તલવાર વગેરે ભેટ આપી સન્માનિત કરવામાં આવે છે.
ઈ.સ. ૧૮૪૨ સુધી ડાંગી ભીલ રાજા અને નાયકો રાજ કરતા હતા અને ત્યારપછી ડાંગના જંગલના પટ્ટાઓ અંગ્રેજોને આપવામાં આવ્યા. આ પટ્ટા અન્વયે જંગલના અધિકારીપત્રો પણ ભીલ રાજા-નાયકોએ અંગ્રેજોને સુપરત કર્યા. આ પટ્ટાની સામે રાજાઓને આબકારી હક્કો તેમજ હળપતિના રૂપમાં જમીન મહેસૂલ, ઢોર માટે ચારા તથા બીજા પેશવાઈ ભથ્થાની વાર્ષિક રકમ દર વર્ષે રાજા, નાયકો અને ભાઉબંધુઓ તથા ડાંગી લોકોના દરબાર ભરીને બ્રિટીશ હકુમત તરફથી રાજાઓને આપવામાં આવતી. તે સમયે પણ રાજાઓ, નાયકો રંગબેરંગી પોશાકો પહેરીને આવતા.
ઈ.સ. ૧૯૦૦ના મે માસમાં ડાંગ દરબાર વઘઈ ખાતે યોજવામાં આવ્યો હતો. દરબારમાં રાજાઓને જંગલ સબસિડી અને શિરપાવ આપવામાં આવતા નાયકો અને પોલીસ પટેલોને આગ નિવારણ તથા અન્ય બીજા કામો માટે ભેટ આપવામાં આવતી. ૧૯૧૦માં પિંપરીના નાયકને જંગલખાતાની ઉપયોગી સેવા બદલ એક બંદુક ભેટમાં આપી તેમજ ચાંદીના કડા, સોનાની વીટી અને ઈ.સ. ૧૯૧૩ના દરબાર ખાતે ગાઢવી, પિંપરી, દહેર, ચિંચલી, કિરલી તથા વાસુર્ણાના રાજાના કુટુંબના એક-એક વયોવૃદ્ધને દિલ્હી દરબાર તરફથી ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા.
ઈ.સ. ૧૯૪૮માં ડાંગનું વિલિનીકરણ થયું છતાં ડાંગ દરબાર પ્રતિવર્ષ નિયમિત ભરાતો રહ્યો છે. ૧૯પ૪થી મુંબઈ સરકારે રાજા-નાયકો અને ભાઉબંધોને પેશગી આપવાની પ્રથામાં ફેરફાર કરી તેમના મૂળ હક્કોના બદલામાં પેન્શન આપવાનું નક્કી કર્યું. ડાંગમાં ડાંગી ભીલ રાજાઓના પરિવારોમાંથી ડાંગના પાંચ રાજાઓમાં ગાઢવી, લિંગા, વાસુર્ણા, દહેર અને પિંપરી તેમજ નવ નાયકો અને ભાઉબંધોને પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે.
ડાંગ દરબાર પાંચ દિવસીય વાર્ષિક સાંસ્કૃતિક તહેવાર હોળીની સાથે ઉજવવામાં આવે છે. આ મેળો ડાંગ જિલ્લામાં આયોજીત કરવામાં આવે છે. તે ભારતના સાપુતારા પહાડોમાં આવેલ છે. ડાંગ જનજાતિ, જંગલી ક્ષેત્રો, સાપુતારા, ડાંગ દરબારના સ્થાનિક લોકોનો આ એક વિશિષ્ટ તહેવાર હોળી પહેલા ઉજવવામાં આવે છે. આ તહેવારનું ચોક્કસ સ્થળ સાપુતારા પાસે આહવા છે. પરંતુ તહેવાર આહવા દરબાર, જે એક વખતના શાસન દરમિયાન અંગ્રેજી મંત્રીઓ અને અધિકારીશ્રીની વિધાનસભા હતી તેને લીધે તેનું નામ જમાબંદી દરબાર અને જિલ્લા કલેકટર દ્વારા બદલવામાં આવેલ છે.
ભારત દેશ 1947માં આઝાદ થયા બાદ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશમાં આવેલ બધાજ રાજા રજવાડાના રાજયો નું વીલીનીકરણ કર્યુ અને ત્યાર બાદ રાજા રજવાડાઓને અપાતું સાલીયાણું આપવાનું પણ બંધ કરવામાં આવ્યું પરંતુ બંધારણની વિશિષ્ટ જોગવાઇના કારણે સમગ્ર ભારત દેશમાં એકમાત્ર ગુજરાત રાજયમાં આવેલ ડાંગ જિલ્લાના રાજવીઓને સાલીયાણું આપવામાં આવે છે. ડાંગ જિલ્લાના રાજાઓને અપાતા સાલીયાણાનો અનેરો અને આગવો ઇતિહાસ છે. ડાંગી આદિવાસીઓના મોટાભાગના તહેવારો નિસર્ગ સાથે સંકળાયેલા છે.
- ભારતમાં માત્ર ડાંગના રાજાઓને સાલિયાણું આપવામાં આવે છે
માનવ જીવનમાં આનંદ પ્રમોદ માટે તહેવારો અને તહેવાર પ્રસંગે ભરાતા મેળાનો અનેરુ મહત્વ છે. તેમા હોળીના તહેવાર એમના રંગોનો તહેવાર છે. આ તહેવારો પૈકી હોળીના તહેવાર તેમજ હોળી દરમ્યાન ભરાતો ડાંગ દરબારનો લોક મેળો અતી ઉત્સાહ થી ડાંગના આદિવાસીઓ ઉજવણી કરે છે. અને હોળીના આગળના અઠવાડિયામાં યોજાનાર ડાંગ દરબાર મેળાની ડાંગી લોકો આતુરતા પૂર્વક રાહ જૂએ છે.
આદિવાસી રહેવાસીનો એક મોટો સમૂહ આ ઉત્સવ ઉજવે છે. આ તહેવાર દરમિયાન ડાંગના સૌથી રંગીન અને આકર્ષક ઉત્સવોમાં ભાગ લેવા, નજરોથી ચમકદાર અને ગૂગમાં બદલીને શાંત અને શૂષ્ક પુરૂષો અને રણ દરબાર દરમિયાનની સાથે હરકતોમાં દેખાડવામાં આવે છે. દંગોમાં સજેલી સ્ત્રીઓ ઓક કસરત, ખાતાબદોલ જનજાતિઓ એક શહેનાઇ (લાકડાનું હવાયંત્ર) અને બીજા તેમની સાથે વાદ્યયંત્રો વગાડે છે.
બધા લોકો સિંહ ક્ષેત્ર કે જે એક વેસ્ટકોટ અને રંગીન પાઘડી પહેરીને એક બીજાને શુભેચ્છા પાઠવે છે. સ્ત્રીઓ સાડી અને બ્લાઉઝમાં ભારી ચાંદીના ઘરેણા પહેરીને આવે છે. કાર્નિવલ મેદાનની જમીન પર વેપારીક ગતિવિધી જે પોતાની વસ્તુઓ વહેંચવા માટે આવેલ હોય છે. ડાંગ દરબાર એક ત્રણ દિવસીય તહેવાર છે તે દરમિયાન લોકનૃત્ય, રાસ, ગરબાના કાર્યક્રમો, ગીત અને નાટકના કર્તબો કરવામાં આવે છે અહીં પણ દુલ્હન અને દુલ્હાની શોધ માટેનો મંચ આવેલ છે.