છોટાઉદેપુર : આયુર્વેદ અને આરોગ્ય શાખા દ્વારા સંખેડામાં નિદાન કેમ્પ યોજાયો.
છોટાઉદેપુર જિલ્લા પંચાયતના આરોગ્ય અને આયુર્વેદ શાખા દ્વારા સંખેડા સી.એચ.સી. ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.
આ કેમ્પમાં આસપાસના ગામના અનેક લોકોએ લાભ લીધો. હોમિયોપેથીક દ્વારા ૧૦૮, આયુર્વેદ દ્વારા ૨૦૪ લોકોનું નિદાન કરવામાં આવ્યું, અને ૧૮૫ લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો.
આરોગ્ય શાખાએ એનસીડી, લેબોરેટરી ટેસ્ટ, પી.એમ.જે.એ.વાય કાર્ડ, સિકલસેલ સહિતના ટેસ્ટ કરી કુલ ૩૮૪ લોકોએ કેમ્પનો લાભ લીધો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દીપીકાબેન તડવી, કારોબારી સભ્ય શ્રીમતી શર્મિલાબેન રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી ગુમાનભાઈ રાઠવા, જિલ્લા સદસ્ય શ્રીમતી અરુણાબેન સકસેના, શ્રીમતી અરુણાબેન તડવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ભરત ચૌહાણ, જિલ્લા આર્યુવેદિક અધિકારીશ્રી. પારુલબેન વસાવા અને અન્ય અધિકારીશ્રીઓ અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.
#chhotaudepurinfo #gujaratinfo