Dang: મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદી માટે ૧૬ દિવસીય જાગૃતિ કાર્યક્રમ

 Dang: મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદી માટે ૧૬ દિવસીય જાગૃતિ કાર્યક્રમ.

(ડાંગ માહિતી બ્યુરો)

આહવા, તા. ૨૩: ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ૨૫ નવેમ્બર, ૨૦૨૪ થી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત ૧૬ દિવસીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનું આયોજન International Day for the Elimination of Violence against Women થી શરૂ થઈ Human Rights Day સુધી કરાયું છે. આહવા-ડાંગના મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનિષા એ. મુલતાની તથા દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી કમલેશ એ. ગીરાસેના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમની મુખ્ય પ્રવૃત્તિઓમાં સામેલ છે:

1. જાતિગત સંવેદનશીલતા અને મહિલા હેલ્પલાઇન 181/112/1098 અંગે જાગૃતિ.

2. બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન હેઠળ ગુડ ટચ અને બેડ ટચ વિષયક વર્કશોપ.

3. POCSO એક્ટ 2012, ઘરેલુ હિંસા અધિનિયમ 2005, બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ 2006, અને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ 2013 અંગે સેમિનાર.

4. સાઈબર સેફટી, ભારતીય ન્યાય સંહિતા 2023, અને નાગરિક સુરક્ષા સંહિતા અંગે જાગૃતિ.

5. નારી અદાલત, OSC/DHEW/181 મહિલા હેલ્પલાઇન, અને મહિલા સુરક્ષાની યોજનાઓ અંગે માર્ગદર્શન.

આ તમામ પ્રવૃત્તિઓ ડાંગ જિલ્લાના ગામોમાં લાગુ કરવામાં આવશે, જેથી સ્થાનિક સ્તરે લોકોમાં જાગૃતિ વધે અને મહિલાઓ માટે સુરક્ષિત અને સમાન પર્યાવરણ તૈયાર થાય.

મહિલાઓની સુરક્ષા અને સુખાકારી માટે આ અભિયાન મહત્વપૂર્ણ પગલું છે અને દરેક વ્યક્તિએ તેમાં ભાગ લેવું જરૂરી છે.

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, આહવા-ડાંગ

#Infodang #Infogujarat 



Post a Comment

Previous Post Next Post