સોનગઢ તાલુકામાં e-KYC કેમ્પનું આયોજન – ૧૧,૩૧૧ રેશનકાર્ડ ધારકોના e-KYC પ્રક્રિયા પૂર્ણ.
તાપી જિલ્લામાં, સોનગઢ નગરપાલિકા ખાતે તા. ૧૬ નવેમ્બર, ૨૦૨૪ના રોજ રેશનકાર્ડ ધારકો માટે ખાસ e-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનું નેતૃત્વ તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વિપિન ગર્ગ અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ સોનગઢના ઇન્ચાર્જ મામલતદાર શ્રી સહદેવસિંહ વનાર અને સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ધર્મેશભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દ્વારા ૧૧,૩૧૧ રેશનકાર્ડ ધારકોના e-KYC પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. આ પ્રક્રિયાનો હેતુ છે કે રેશનકાર્ડ ધારકોએ તેમના ઓળખાણની ખાતરી કરવામાં આવે અને તેઓનો સ્વીકાર્ય અધિકાર અને લાભો સચવાય.
e-KYC પ્રક્રિયા માટે ત્રણ મુખ્ય માર્ગો પ્રદાન કરવામાં આવ્યા છે:
1. "My Ration" મોબાઈલ એપ્લિકેશન – ઘરમાં બેસી, કુટુંબના તમામ સભ્યોનો e-KYC કરી શકાય છે.
2. V.C.E. માધ્યમથી – ગામમાં ઈ-ગ્રામ કેન્દ્રના માધ્યમથી અથવા સસ્તા અનાજ દુકાનમાં જઈને PDS Plus એપ્લિકેશન દ્વારા.
3. તાલુકા/શહેરી કચેરીમાં રૂબરૂ – મામલતદાર કચેરીમાં જઈને e-KYC કરી શકાય છે.
આ કેમ્પના માધ્યમથી, તાપી જિલ્લાની વહીવટી તંત્ર દ્વારા દરેક નાગરિકને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ સમયસર e-KYC પૂર્ણ કરે, જેથી તેઓનો રેશનકાર્ડ અને અનાજની પદ્ધતિમાં કોઈ સમસ્યા ના આવે.
#eKYC #RationCard #Sondhgahtaluk #TapiDistrict #GovtInitiatives