ઉષા સાંગવાન: LICની પ્રથમ મહિલા MD અને ભારતીય કોર્પોરેટ જગતમાં એક અનોખું નામ
એક સમયે ૫,૭૯,૦૦૦ કરોડ રૂપિયાની સરકારી કંપનીનું નેતૃત્વ કરનાર મહિલા ભારતના સૌથી વૃદ્ધ અબજોપતિની પુત્રી, LICની પ્રથમ મહિલા MD
ઉષા સાંગવાને ૨૦૧૩માં ઈતિહાસ રચ્યો હતો જયારે તે LICની પ્રથમ મહિલા મેનેજિંગ ડિરેક્ટર બની હતી. તે સતત કોર્પોરેટ જગતમાં આગળ વધતી ગઈ.
તે ૧૯૮૧માં સરકાર સમર્થિત લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)માં ડાયરેક્ટ રિક્રુટ ઓફિસર તરીકે જોડાઈ હતી અને ૨૦૧૩માં એમડી બની હતી. ૩૫ વર્ષથી વધુ સમય સુધી કામ કર્યા પછી, સાંગવાન ૨૦૧૮માં LICમાંથી નિવૃત્ત થઈ. આજે LICનું માર્કેટ કેપ ૫.૭૯ લાખ કરોડ રૂપિયા છે.
સાંગવાન ભારતના સૌથી વૃદ્ધ અબજોપતિ લછમન દાસ મિત્તલ (૯૩)ની પુત્રી છે. ફોર્બ્સ અનુસાર ૧૯૬૯ સોનાલિકા ગ્રૂપની સ્થાપના કરનાર તેના પિતાની કુલ વાસ્તવિક સંપત્તિ ૪૭,૯૨૩ કરોડ રૂપિયા છે. સાંગવાન હાલમાં ટાટા મોટર્સ, ટોરેન્ટ પાવર, ટાટા ટેક્નોલોજીસ અને એક્સિસ બેન્ક બોર્ડ સહિત અનેક કંપનીઓમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કામ કરે છે.
તેણીએ ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના બોર્ડમાં પણ સેવા આપી છે. તેને ૨૦૧૫માં એશિયાની ૫૦ સૌથી શક્તિશાળી વ્યવસાયી મહિલાઓની ફોર્બ્સની સૂચિમાં દર્શાવવામાં આવી હતી.
પંજાબમાં જન્મેલા સાંગવાને તેનું પ્રાથમિક શિક્ષણ ચંદીગઢની સરકારી મોડલ મિડલ સ્કૂલમાં પૂર્ણ કર્યું હતું. તેણીએ પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી અને IGNOUમાંથી માનવ સંસાધન વ્યવસ્થાપનમાં અનુસ્નાતક ડિપ્લોમા મેળવેલ છે.
તે ઈન્સ્યોરન્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયામાંથી લાઇસન્સ ધારક છે. તેણે માર્કેટિંગ, પર્સોનલ, ઓપરેશન્સ, હાઉસિંગ ફાઈનાન્સ, ગ્રુપ બિઝનેસ અને અન્ય સહિત જીવન વીમાના તમામ મુખ્ય ક્ષેત્રોમાં કામ કર્યું છે.
તેણીના લગ્ન ઈન્કમ ટેક્સના નિવૃત્ત ચીફ કમિશનર નરેન્દ્ર સાંગવાન સાથે થયો છે. દંપતીને બે બાળકો, એક પુત્ર અને એક પુત્રી છે.