Navsari : નવસારી જિલ્લાનાં સાતેમગામમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024નું સફળ આયોજન.
જિલ્લાની શાળાઓના વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓની પ્રભાવશાળી કૃતિઓ પ્રદર્શિત
નવસારી જિલ્લાના સાતેમગામ ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 યોજાયું, જેમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા. જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગરના પ્રેરણાથી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળના માર્ગદર્શનમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણની થીમ પર વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી, જે મહાનુભાવોએ ખૂબ રસપૂર્વક નિહાળીને પ્રોત્સાહન આપ્યું. "બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બાળકોમાં રહેલી શક્તિ અને પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે," એમ ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
પ્રદર્શન દરમિયાન "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" થીમ પર શ્રેષ્ઠ પ્રદાન કરનારા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે "૨૬મું સંકુલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25" પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું.
આ આયોજનમાં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરુણકુમાર અગ્રવાલ સાહેબ, નવસારી ડાયટનાં પ્રાચાર્યશ્રી યોગેશભાઈ પટેલ, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિશાલસિંહ સહિત શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આગંતુકોએ ભાગ લીધો હતો.
#infoNavsarigog
#BaalVigyanikPradarshan2024,#NavsariScienceExhibition,#InnovationInEducation,#ScienceForSustainableFuture,#ChildScientists,#ScienceAndTechnology,#STEMEducation,#YoungInnovators,#FutureScientists,#InspiringYoungMinds,#TechAndEnvironment,#NavsariEducation,#ScientificExhibitions,#SustainableDevelopment,#ScienceInSchools,