શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ (PARAKH) માટે ડાંગ જિલ્લામાં વિસ્તૃત આયોજન.

શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ (PARAKH) માટે ડાંગ જિલ્લામાં વિસ્તૃત આયોજન


આહવા, ડાંગ, 30 નવેમ્બર:

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 4 ડિસેમ્બર, 2024ના રોજ સમગ્ર દેશમાં એક સાથે PARAKH (Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development) શૈક્ષણિક સર્વેક્ષણ યોજાશે. આ રાષ્ટ્રીય સ્તરના સર્વેક્ષણ માટે ડાંગ જિલ્લાના 72 શાળાઓ પસંદ કરવામાં આવી છે, જેમાં ધોરણ 3, 6 અને 9ના મોટા 2,640 વિદ્યાર્થીઓ ભાગ લેશે.

જિલ્લા કક્ષાના કો-ઓર્ડિનેટર્સ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ), વઘઈના પ્રચાર્ય કાર્યરત રહેશે. ફિલ્ડ ઇન્વેસ્ટિગેટરોને સર્વેક્ષનની પ્રક્રિયા માટે સંપૂર્ણ રીતે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.

સર્વેક્ષણનો મુખ્ય હેતુ:

વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાનું મૂલ્યાંકન કરીને, શૈક્ષણિક ગુણવત્તાના સ્તર સુધારવા અને ભાવિ શૈક્ષણિક નીતિઓ ઘડવામાં મદદરૂપ થવું.


લોજિસ્ટિક્સ વ્યવસ્થા:

આ સર્વેક્ષણ માટે જરૂરી તમામ સામગ્રી ઈન્ટરનેશનલ સ્કૂલ, સાપુતારાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ પતાવટથી શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે.

આ પ્રોજેક્ટનો અમલ રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા કક્ષાએ શૈક્ષણિક સિદ્ધિઓનું મજબૂત માપદંડ સ્થાપિત કરવા માટેનો પ્રયાસ છે, જે દ્વારા ભવિષ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ઉપયોગી નીતિ અપનાવવામાં આવશે.

જિલ્લા માહિતી બ્યૂરો, ડાંગ 

#PARAKHSurvey #DangsEducation #EducationalAssessment #NationalLevelSurvey #StudentDevelopment #ShikshanMantralaya #AcademicExcellence #HolisticDevelopment #GujaratEducation #DangNews



Post a Comment

Previous Post Next Post