વિશ્વના મંચ પર ભારતનું ગૌરવ: PM શ્રી મોદીનું ડોમિનિકામાં સન્માન.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર, ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. 2021ના ફેબ્રુઆરીમાં ભારતે કોવિડ-19 દરમિયાન ડોમિનિકાને 70,000 એસ્ટ્રાઝેનેકા રસીના ડોઝ પુરા પાડી મદદ કરી હતી, જેના બદલામાં આ સન્માન આપવામાં આવ્યું. આ પુરસ્કાર ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન દ્વારા વિતરણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પીએમશ્રી મોદીએ આ સન્માન માટે ડોમિનિકાના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને લોકોનો આભાર માન્યો અને જણાવ્યું કે આ પુરસ્કાર માત્ર તેમનો જ નહીં, પરંતુ ભારતના 140 કરોડ લોકોના મૂલ્યો અને પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
ડોમિનિકા અને ભારત વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારતે ડોમિનિકાને આરોગ્ય, શિક્ષણ, આઈટી, અને જળવાયુ પરિવર્તનના ક્ષેત્રોમાં નોંધપાત્ર મદદ કરી છે.
વડાપ્રધાનશ્રી મોદીને પહેલા પણ ઘણા દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યા છે, જેમ કે રશિયાના 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ', અને અન્ય દેશોના આદરપાત્ર પુરસ્કારો.
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને દુનિયાના વિવિધ દેશોમાં સર્વોચ્ચ સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે, તેમની તવારીખ.
17 નવેમ્બર 2024
ડોમિનિકાએ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન- 'ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર' આપવાની જાહેરાત કરી હતી.
14 નવેમ્બર- 2024
નાઈજીરિયાએ મોદીને 'ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર'થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.
રશિયા (2024)
PM મોદીને દેશના સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટલ'થી સન્માનિત કર્યા.
ભૂટાન (2024)
ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઓર્ડર ઓફ ધ ડ્રન્ક ગ્યાલપો'થી સન્માનિત કર્યા.
ફ્રાન્સ (2023)
રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોને PM મોદીને 'ગ્રાન્ડ ઓફ ધ લીઝન ઓફ ઓનર'થી સન્માનિત કર્યા હતા. તેઓ આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય PM બન્યા.
ઈજિપ્ત (2023)
ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહે PM મોદીને 'અસ-સિસી ને ઓર્ડર ઑફ નાઈલ'થી સન્માનિત કર્યા હતા.
ફિઝી (2023)
ફિઝીના વડાપ્રધાન સીટિવેની રાબુકાએ PM મોદીને સર્વોચ્ચ સન્માન 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી'થી સન્માનિત કર્યા હતા.
પાપુઆ ન્યૂ ગિની (2023)
ગવર્નર જનરલ બોબ દાદાએ મોદીને ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ'થી સન્માનિત કર્યા હતા.
પલાઉ (2023)
પલાઉના રાષ્ટ્રપતિ સુરંગેલ વિપ્સે PM મોદીને 'એબાલકલ એવોર્ડ'થી સન્માનિત કર્યા હતા.
અમેરિકા (2020)
ટ્રમ્પે PM મોદીને 'લીઝન ઓફ મેરિટ એવોર્ડ'થી સન્માનિત કર્યા હતા. મોદી વતી ભારતના રાજદૂતે આ સન્માન મેળવ્યું હતું.
બહેરીન (2019)
બહેરીનના કિંગ હમાદ બિન ઈસા અલ ખલીફાએ PM મોદીને *કિંગ કમાદ ઓર્ડર ઓફ ધ રેનેસા'થી સન્માનિત કર્યા હતા.
અમેરિકા (ન્યૂયોર્ક) 2019
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને 24 સપ્ટેમ્બર, 2019ના રોજ અમેરિકાના ન્યૂયોર્કમાં "ગ્લોબલ ગોલકીપર " એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા તેમની વિશિષ્ટ પહેલ સ્વચ્છ ભારત અભિયાન માટે આપવામાં આવ્યો હતો.
બિલ ગેટ્સે પીએમ મોદીને આ પુરસ્કાર સોપ્યો હતો.
સાઉથ કોરિયા 2019
22 ફેબ્રુઆરી, 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉથ કોરિયામાં" સિયોલ શાંતિ " પુરસ્કારથી સન્માનિત થયેલા પહેલા ભારતીય બનીને દેશ માટે ગૌરવનો ક્ષણ લાવ્યા હતા. આ પૂરસ્કાર તેમના વૈશ્વિક અને પ્રાદેશિક સ્તરે શાંતિ અને સદભાવના સ્થાપિત કરવા માટેના પ્રયત્નોને માન્યતા આપીને આપવામાં આવ્યો હતો. બે દિવસીય દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન આ સન્માન એનાયત કરાયું હતું.
ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ 2019
(14/01/2019)
જાન્યુઆરી 2019માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ ખાસ કરીને એવી નેતાગીરી માટે માન્યતા આપે છે, જે પીપલ (લોકો), પ્રોફિટ (લાભ) અને પ્લેનેટ (ગ્રહ) ત્રણેય આધારભૂત તત્વોને સમાન રીતે પ્રોત્સાહન આપે છે.
શ્રી મોદીને આ પુરસ્કાર મળવાનું મુખ્ય કારણ એમની આર્થિક વિકાસને પ્રોત્સાહન, સામાજિક સુધારા અને ટેકનોલોજીકલ નાવીન્ય માટેનો પ્રયાસ હતો. આ એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે જણાવ્યું હતું કે, તેમની અસાધારણ નેતાગીરી અને દેશની પ્રગતિ માટેની નિઃસ્વાર્થ સેવા દેશ માટે મોટું યોગદાન છે.
આ એવોર્ડ કેનેડિયન મેનેજમેન્ટ ગુરૂ ફિલિપ કોટલર દ્વારા પ્રેરિત છે અને વર્ષમાં માત્ર એક વ્યક્તિને એનાયત થાય છે, જે આદર્શ નેતૃત્વનું પ્રતીક બને છે.
UAE (2018)
શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને મોદીને સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ જાયદ થી સન્માનિત કર્યા હતા.
માલદીવ (2018)
રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સાલેહે PM મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન રુલ ઓફ નિશાન ઈજ્ઝુદ્દીનથી સન્માનિત કર્યા હતા.
પેલેસ્ટાઈન (2018)
રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસે PM મોદીને 'ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ ધ પેલેસ્ટાઈન થી સન્માનિત કર્યા હતા.
સંયુક્ત રાષ્ટ્ર, ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ (2018)
3 ઓક્ટોબર, 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું “ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ” એવોર્ડથી સન્માન થયું હતું. જે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે અર્પણ કર્યો હતો.આ સંયુક્ત રાષ્ટ્રનું પર્યાવરણ માટેનું શ્રેષ્ઠ પુરસ્કાર છે, જે પર્યાવરણના જતન માટેના અભૂતપૂર્વ પ્રયાસો માટે આપવામાં આવે છે. પીએમ મોદીને આ એવોર્ડ તેમના દ્વારા પ્રોત્સાહિત નવનીકૃત ઊર્જા અને પ્લાસ્ટિકની ઉપયોગમાં ઘટાડાના પ્રયાસો માટે મળ્યો હતો.
સાઉદી અરબ (2016)
કિંગ શાહ સલમાન બિન અબ્દુલ અઝીઝે PM મોદીને કિંગ અબ્દુલ અઝીઝ સૈશ'થી સન્માનિત કર્યા હતા.
અફઘાનિસ્તાન (2016)
રાષ્ટ્રપતિ અશરફ ગનીએ PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન 'આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર'થી સન્માનિત કર્યા હતા.