આહવા રેસિડન્સિયલ શાળામાં POCSO અધિનિયમ પર જાગૃતતાનો પ્રયાસ.
આહવા ખાતે આવેલા એકલવ્ય મોડેલ રેસિડન્સીયલ શાળામાં 20 નવેમ્બર, 2024 ના રોજ, જાતિય ગુનાઓ સામે બાળકને રક્ષણ આપતો અધિનિયમ-2012 (POCSO) વિષે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનાર ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. મનિષા મુલતાની અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી કમલેશ ગીરાસેના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
સેમિનારમાં સાપુતારા SHE-ટીમની સુમિત્રાબેન ગામિત દ્વારા POCSO અધિનિયમ અને ગુડ ટચ-બેડ ટચ અંગે નાટ્યાત્મક પ્રસ્તુતિ થકી માહિતગાર કરાયું. સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન 1930, અને અભયમ હેલ્પલાઇન 181 અંગે જાણકારી આપી.
પ્રોબેશન ઓફિસર જયરામભાઇ ગાવિત દ્વારા જુવિનાઇલ જસ્ટિસ કાયદા તથા બાળકોના અધિકારોની વિસ્તૃત સમજ આપવામાં આવી. બીજી તરફ, પ્રોબેશન ઓફિસર દિવ્યેશભાઇ વણકરએ તમાકુના નુકસાન વિષે જાણકારી આપી અને નશામુકત ભારતની પ્રતિજ્ઞા લેવડાવી.
આ સાથે, BBBP યોજના હેઠળ નવા ફોજદારી કાયદાઓ, પ્રોજેક્ટ સંવેદના, પ્રોજેક્ટ દેવી, અને પ્રવાસી મિત્ર જેવી યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી.
કુલ મળીને શાળાના 420 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિવિધ વિભાગના કર્મચારીઓએ સક્રિય ભાગ લીધો. ટ્રાફિક સમસ્યાઓના નિવારણ માટે પગલાં, તેમજ બાળકોની સુરક્ષા માટે પગથિયાં અંગે ચર્ચા થઈ.
આહવા રેસિડેન્સિયલ શાળામાં યોજાયેલ આ સેમિનાર બાળકોના જાગૃતિ અભિયાન માટે મહત્વપૂર્ણ ઉપક્રમ સાબિત થયો.
#infodang