Vadodara: રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો.
વડોદરા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ સંવાદ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેમાં 1,500થી વધુ યોગ સાધકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન યોગ કોચ અને યોગ કોઓર્ડીનેટર્સને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા. બોર્ડના અધ્યક્ષ શીશપાલજીએ યૌગિક ક્રિયાઓ દ્વારા શ્રેષ્ઠ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મેળવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
તેમણે જણાવ્યું કે, "રાજ્ય યોગ બોર્ડનું લક્ષ્ય છે 10 લાખ યોગ ટ્રેનરો તૈયાર કરવું અને 50,000 યોગ વર્ગો ચલાવવાનું છે, જેથી ગુજરાત 'યોગમય' બની શકે."
યોગ બોર્ડ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય યોગની પ્રત્યેક ગામ અને ઘર સુધી પહોંચાટ કરવી સાથે આર્થિક, શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો લાવવાનો છે.
બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં 1.50 લાખ યોગ ટ્રેનરોનું ઘડતર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં હાલ 5,000થી વધુ યોગ વર્ગો સક્રિય છે.
નૂતન વર્ષના ઉપક્રમ તરીકે, રાજ્યભરમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન.
શીશપાલજીએ ભારતના યોગના વૈશ્વિક મહત્વ વિશે ચર્ચા કરતાં જણાવ્યું કે, "યોગ દિવસના પ્રચલન માટે શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. ગુજરાત આ અભિગમને આગળ વધારીને વર્ષના 365 દિવસ યોગમય બનાવવા માટે પ્રતિબદ્ધ છે."
અંતમાં, યોગ બોર્ડના અધ્યક્ષે તમામ યોગ સાધકો અને નાગરિકોને નિરામય નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી.
#રાજ્યયોગબોર્ડ #infovadodara