વસરાઈ ખાતે મહુવા લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ: "એચિવર્સ ઈલેવન (2024)ની ચેમ્પિયન"

 વસરાઈ ખાતે મહુવા લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ: "એચિવર્સ ઈલેવન (2024)ની ચેમ્પિયન"

ચાલુ સિઝને દિશા ધોડિયા સમાજ ગ્રાઉન્ડ, વસરાઈ ખાતે આયોજિત મહુવા લીગના પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્પોર્ટ્સ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનો ફોર્મેટ આઈપીએલ મુજબ હતો, જેમાં 12 ટીમો અને 144 ખેલાડીઓએ ઓક્શન દ્વારા ભાગ લીધો.

ફાઈનલમાં "ધ એચિવર્સ ઈલેવન" અને "ફાઈટર ઇલેવન" વચ્ચે મુકાબલો થયો, જેમાં "ધ એચિવર્સ ઈલેવન" ચેમ્પિયન બની હતી. વિજેતા ટીમને 51000 રૂપિયા અને ટ્રોફી તથા રનર્સ અપ ટીમને 25000 રૂપિયાના ઈનામો જિલ્લા પંચાયત પંચાયત સદસ્ય શ્રી રાકેશભાઈ પટેલનાં હસ્તે  અને રનર્સ અપ ટ્રોફી તાલુકા પંચાયત સદસ્ય શ્રી કિશોરભાઈ પટેલ અને શ્રી તુષારભાઈ પટેલના હસ્તે અપાઈ. પ્લો

આમ, પુના ગામના સરપંચ શ્રીમતી રેખાબેન અને વસરાઈ ગામના સરપંચ શ્રીમતી રીંકલબેન દ્વારા અન્ય ઈનામો પણ વિતરણ કરાયા.

ટુર્નામેન્ટમાં રવિ મિસ્ત્રીએ કોમેન્ટ્રી કરી હતી અને શ્રી અર્જુનભાઈ ટંડેલ તથા શ્રી મુકુંદભાઈએ એમ્પાયરની સેવા આપી હતી.

આયોજકો તરફથી શ્રી ધર્મશભાઈ મહેતાએ તમામ સહયોગીઓનો આભાર માન્યો હતો.

Post a Comment

Previous Post Next Post