રવિ કૃષિ મહોત્સવ-2024: કૃષિ ક્ષેત્રમાં નવી દિશાઓ
જામનગર, તા. 06 ડિસેમ્બર 2024:
ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા જામનગર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકોએ રવિ કૃષિ મહોત્સવ-2024 ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી. મહોત્સવનું મુખ્ય ઉદ્દેશ ખેડુતો સુધી નવીન કૃષિ તકનીકો પહોંચાડવા, તેમનો વિકાસ સુનિશ્ચિત કરવો અને સસ્તી તથા ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનું છે.
આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સસ્ટેનેબલ ફોર્મિંગ, મિશ્રપાક પદ્ધતિ, પ્રાકૃતિક કૃષિ, અને મિશ્ર ખેતી જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું. ખેડૂત ભાઈઓ-બહેનો માટે યોજનાકીય લાભો, નવી ટેક્નોલોજી, અને કૃષિ પર્યાવરણનું સંરક્ષણ કરવાના ઉદ્દેશ સાથે સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાએ વિશિષ્ટ ઉદબોધન કરતા જણાવ્યું કે:
"ભારતની આર્થિક વ્યવસ્થામાં કૃષિ ક્ષેત્રનો સૌથી મહત્ત્વનો ફાળો છે. વિજ્ઞાન અને આધુનિકતાના સમન્વયથી સરકાર આ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે."
પ્રાકૃતિક ખેતી અને શ્રી અન્ન દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ આગળ વધવું એ સમયની જરૂરિયાત છે.
ખેડુતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી શ્રીના લક્ષ્યને સિદ્ધ કરવા, આવી જ યોજનાઓ વધુ ઉપયોગી બનશે.
કૃષિ મહોત્સવના હાઇલાઇટ્સ:
મિલેટસમાંથી બનાવેલી વાનગીઓ
પ્રાકૃતિક પેદાશોનું વેચાણ અને પ્રદર્શન
સૂક્ષ્મ પિયત પદ્ધતિ અને ફાર્મ મિકેનાઈઝેશનના સ્ટોલ
પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ પ્રદર્શન
સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા સ્થાપિત પ્રદર્શન સ્ટોલ્સ
રવિ કૃષિ મહોત્સવ ખેડુતોના જીવંત જીવનશૈલીને સુધારવા અને તેમની ખેતી પદ્ધતિમાં નવીનતા લાવવા માટે આદરશપ્રાય બની રહ્યો છે. જિલ્લા કલેક્ટર ઓફિસ દ્વારા આ કાર્યક્રમના સફળ આયોજન માટે સહકાર અપાયો હતો.