ગાંધીનગર ખાતે પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ, 88 મિડિયા કર્મીઓએ લાભ લીધો.
ગાંધીનગર, 16 ડિસેમ્બર:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'ફિટ ઈંડિયા - ફિટ મીડિયા' વિઝન હેઠળ મિડિયા કર્મીઓના સ્વાસ્થ્યના ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પો આયોજિત કરવામાં આવી રહ્યા છે. આ જ ભાગરૂપે, આજે 16 ડિસેમ્બરે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે 'ફિટ ઈંડિયા - ફિટ મીડિયા' કેમ્પ રેડક્રોસના સહયોગથી યોજાયો.
આ કેમ્પમાં 88 પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ ભાગ લીધો અને તેમને બ્લડ રિપોર્ટ, એક્સ-રે, ઈ.સી.જી. સહિતના વિવિધ મેડિકલ ચકાસણીઓ કરવામાં આવી. આ ચેકઅપ કેમ્પનું આયોજન Gandhiangar રેડક્રોસ સોસાયટીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિશેષ રૂપે, જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક શ્રી જયેશ દવે, નાયબ માહિતી નિયામક શ્રી હિંમાશુ ઉપાધ્યાય અને શ્રી પારુલ મણિયાર કેમ્પના સ્થળે હાજર રહ્યા અને પત્રકારો માટે આરોગ્ય ચકાસણીઓની યોગ્ય તકેદારી લીધી.
આ કેમ્પમાં પત્રકારોને તેમના મેડિકલ રિપોર્ટ્સની સોફ્ટ કોપી વોટ્સએપ દ્વારા મોકલવામાં આવશે, જ્યારે પ્રિન્ટ કોપી એક સપ્તાહમાં ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ઉપલબ્ધ થશે.
આ કાર્યકર્મમાં રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી જીલુભા ધાંધલ, વાઇસ ચેરમેન શ્રી પ્રદિપ ગગલાણી, સેક્રેટરી શ્રી કુંતલ નિમાવત તથા અન્ય રેડક્રોસના સેવકોએ પત્રકારોને રાહદર્શન અને સહયોગ આપ્યો.