શાળા સેફ્ટી કાર્યક્રમ યોજાયો:મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય, ઓલપાડ ખાતે આપત્તિ વ્યવસ્થાપનનું માર્ગદર્શન

શાળા સેફ્ટી કાર્યક્રમ યોજાયો:મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય, ઓલપાડ ખાતે આપત્તિ વ્યવસ્થાપનનું માર્ગદર્શન.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં આજે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિ અને NDRF ટીમના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ સેફ્ટી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું માર્ગદર્શન NDRF ઇન્સ્પેક્ટર ભરતકુમાર મૌર્યએ આપ્યું, જેમાં શાળાના 700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.


આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ ડૉ. ભરતકુમાર જી. પટેલ અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી કૌશિક પોરિયા ખાસ ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓને આપત્તિ દરમિયાન લેવાના પગલાં, મેડિકલ ફર્સ્ટ એડ, CPR, ધરતીકંપ, આગ અને પુર જેવી આપત્તિઓ સમયે લેવામાં આવનારી તકેદારી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.


વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે સ્કૂલ સેફ્ટી ઈમરજન્સી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું. આચાર્યએ જણાવ્યું કે, આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને આકસ્મિક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવે છે.


અંતે, પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સલામતી વિશે સચેતનતા અને સુરક્ષા હિતે ટ્રેનિંગ આપવાનો હતો.

#Infosurat 

#SchoolSafety #DisasterManagement #NDRF #EmergencyPreparedness #SuratNews #OlpadEvents #StudentAwareness #FirstAidTraining #CPRTraining #SafetyEducation #SchoolEvent


Post a Comment

Previous Post Next Post