મેરા યુવા ભારત દ્વારા કાલાવડ ખાતે રમતગમત સ્પર્ધાઓનું આયોજન
જામનગર, તા. 11 ડિસેમ્બર:
ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત (નેહરુ યુવા કેન્દ્ર) દ્વારા કલાવડના જે.પી.એસ. સ્કુલ ખાતે ક્લસ્ટર સ્તરીય રમતગમત સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કાલાવડ અને જામજોધપુર તાલુકાના 150થી વધુ યુવા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિશિષ્ટ ઉપસ્થિતિ:
આ કાર્યક્રમમાં 76-વિધાનસભાના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા વિશિષ્ટ ઉપસ્થિતિમાં હાજર રહ્યા અને ખેલાડીઓના ઉત્સાહને વધાર્યો હતો. શાળાના પ્રિન્સીપાલ શ્રી રમેશભાઈ દોંગા અને સ્ટાફે આ આયોજનને સફળ બનાવવા માટે મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
રમતગમત ઈવેન્ટ્સ:
ભાઈઓ માટે: કબડ્ડી, 100 મીટર દોડ અને 400 મીટર દોડ
બહેનો માટે: ખોખો, 100 મીટર દોડ અને લાંબી કુદ
આ કાર્યક્રમ ખેલાડીઓના કૌશલ્યને વેગ આપતી એક પ્રેરણાત્મક સફર તરીકે સાબિત થયો.
વિજેતાઓ માટે નવી તક:
આ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીઓને આગામી જિલ્લા સ્તરે રમવાની તક આપવામાં આવશે, જ્યાં તેઓ પોતાના ટેલેન્ટનું પ્રદર્શન કરશે.
સફળ આયોજન માટે આભાર:
આ કાર્યક્રમનું માર્ગદર્શન મેરા યુવા ભારત જામનગરના જિલ્લા યુવા અધિકારી શ્રી શિખર રસ્તોગી, ઉડાન યુથ ક્લબના પ્રમુખ નરોતમ વઘોરા, અને જયદીપ કાછડિયા તથા ક્રિયા કાછડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
મેરા યુવા ભારત દ્વારા યોજાયેલ આ રમતગમત કાર્યક્રમ યુવાનોના ઉત્કર્ષ માટે ઉત્તમ મંચ પુરો પાડે છે અને રમતગમત પ્રત્યે તેમની રુચિ અને ઉત્સાહ વધારવામાં સફળ સાબિત થયો છે.
#MeraYuvaBharat #Sports #YouthPower #Kalavad #Jamnagar #SportsFestival #YouthDevelopment #ClusterLevel #SportsCompetition #Encouragement