ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા કક્ષાનો ૪૮ મું ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’ યોજાયું :
બાળ વૈજ્ઞાનિકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ, કૌશલ્યો અને સંશોધન વૃતિને પ્રોત્સાહિત કરવા ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’ નું આયોજન કરાયું :
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૯ : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ, ગાંધીનગર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ, જિલ્લા પંચાયત શિક્ષમ સમિતિ, આહવા. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને સરકારી માધ્યમિક અને ઉચ્ચ્ત્તર માધ્યમિક શાળા આહવાના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે આજરોજ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ૪૮ મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જે તારીખ ૯ થી ૧૧ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
ભારત દેશ આજે ટેક્નોલોજી ક્ષેત્રે દુનિયામાં નામ રોશન કરી રહ્યો છે. સ્વદેશી ડિઝાઇન ધરાવતું તેજસ જેટ ફાઇટર વિમાન જે ભારતમાં જ તૈયાર થયેલ છે. ત્યારે ભવિષ્યમાં દેશના ભાવી વૈજ્ઞાનિકો બનાવવા માટે બાળ વિજ્ઞાન મેળાઓ બાળકોને ખુબ જ ઉપયોગી સાબીત થશે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને આ પ્રંસગે જણાવ્યું હતું.
જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ, કૌશલ્યો અને સંશોધન વૃતિને પ્રોત્સાહિત કરવા માટે આહવા ખાતે જિલ્લા કક્ષાનો ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’ નું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ પણ શ્રીમતી નિર્મળાબેન ગાઇને વધુમાં જણાવ્યું હતું.
ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિકો બનાવવા માટે શાળા કક્ષાએ થી જ બાળકોને વૈજ્ઞાનિકને તાલીમ મળી રહે તે માટે આ કાર્યક્રમો ખુબ જ જરૂરી છે તેમ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષા શ્રીમતી બીબીબેન ચૌધરીએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષા શ્રીમતી નિલમબેન ચૌધરી, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સુનિલભાઈ બાગુલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વી.ડી.દેશમુખ, પ્રાચાર્યશ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ શ્રી બી.એમ.રાઉત, સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી અમરસિંહ ગાંગુર્ડા, આહવા, વઘઈ અને સુબીરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ, શિક્ષક સંઘના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, સહ કન્વીનરશ્રીઓ, તેમજ શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતાં.
Gujarat InformationCMO GujaratVijaybhai PatelKuvarji HalpatiBhupendra PatelDDO DangsManojsinh Khengar