વડોદરા શહેરના મકરપુરા ખાતે "બેટી બચાવો, બેટી પઢાવો" અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

 વડોદરા શહેરના મકરપુરા ખાતે "બેટી બચાવો, બેટી પઢાવો" અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

આજના સમયમાં, દરેક દીકરીનું સમર્થન અને સુરક્ષા મહત્વપૂર્ણ બની ગઈ છે. ભારતીય સરકારે "બેટી બચાવો, બેટી પઢાવો" અભિયાન દ્વારા દીકરીઓના શિક્ષણ, સલામતી અને સશક્તિકરણ માટે અનેક પ્રયત્નો કરી રહી છે. વડોદરા જિલ્લાનો મકરપુરા વિસ્તાર પણ આ અભિયાનના હેતુઓને પુર્ણ કરવા માટે મોખરે છે.

મકરપુરા ખાતે યોજાયેલ સેમિનારમાં, વિમેન એમ્પાવર્મેન્ટ સેલ અને જીલ્લા વહીવટીતંત્રની કોપરેશન હેઠળ ઘણા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી. મહત્વપૂર્ણ આજીવન તાલીમ, બહેનોને મહિલા લક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી જેમકે "મહિલા સ્વાવલંબન યોજના", "વ્હાલી દીકરી યોજના" અને "ઘરેલું હિંસા અધિનિયમ- ૨૦૦૫" જેવા કાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.


"સંકલ્પ" ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્નમેન્ટ ઓફ વીમેનના મિશન કોર્ડિનેટર દ્વારા મહિલા અધિકારો અને કાયદાઓની માહિતીઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ વિષે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવર્નમેન્ટના જેન્ડર સ્પેશિયલિસ્ટ દ્વારા મફત યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા 181 મહિલા હેલ્પલાઇન અને PBSC સેન્ટર વિષે સચોટ માહિતી પણ આપવામાં આવી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણ, તેમના અધિકારો અને યોગ્ય કાયદાનો ઉપયોગ કરીને સશક્ત સમાજ બનાવવાનો છે.

#Vadodara #BetiBachaoBetiPadhao #Campaign #WomenEmpowerment #WCDGujarat #InfoGujarat


Post a Comment

Previous Post Next Post