છોટાઉદેપુર : મહિલા અને બાળ અધિકારી કચેરી છોટાઉદેપુર દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

છોટાઉદેપુર : મહિલા અને બાળ અધિકારી કચેરી છોટાઉદેપુર દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

મહિલા અને બાળ અધિકારી કચેરી, છોટાઉદેપુર દ્વારા “મહિલાઓ પર થતી હિંસા નાબુદી અભિયાન” અંતર્ગત બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ ૨૦૦૬ પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ તા. ૦૩ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ કવાંટ તાલુકાની ઇંગલિશ હાઈસ્કૂલ ખાતે યોજાયો.

કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજનાના કર્મચારી દ્વારા મહિલા અને બાળ કલ્યાણ માટે ચાલતી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી. સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીઓએ બાળ લગ્નના નુકસાન અને કાયદાકીય પરિબળો વિશે વિસ્તૃત માહિતી આપી.

વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાયકાત ધરાવતી ૩ લાભાર્થી દીકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦ની કુલ રૂ. ૩,૩૦,૦૦૦ની સહાય વિતરણ કરવામાં આવી.


આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, PBSC સ્ટાફ, સમાજ સુરક્ષા સહાયક અને મહિલા અને બાળ અધિકારી કચેરીના સ્ટાફ હાજર રહ્યા.

આ જાગૃતિ કાર્યક્રમનો હેતુ બાળ લગ્ન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવું છે. ૨૫ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી વિવિધ થીમ પર કાર્યક્રમોનું આયોજન ચાલુ રહેશે.

#ChildMarriagePrevention

#WomenEmpowerment

#AwarenessCampaign

#SupportForGirls

#ViolenceFreeSociety

#SocialSecurity

#ChhotaUdepur

#EmpoweredWomen

#StudentAwareness

#LegalAwareness

Post a Comment

Previous Post Next Post