વડોદરા: માંજલપુર ખાતે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ડોન બોસ્કો સ્નેહાલય ખાતે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો, જેમાં દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને જાગૃતિ માટે વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમનું આયોજન જીલ્લા વહીવટીતંત્ર અને બેટી બચાઓ બેટી પઢાઓ સેલ દ્વારા માન. જીલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ૮ ડિસેમ્બરથી શરૂ થયેલા મહિલા વિરોધી હિંસા નાબૂદી અભિયાનને વેગ આપવાનું પણ હેતુ રાખવામાં આવ્યું.
મુખ્ય અતિથિ તરીકે હાજર:
શ્રીમતી અલ્પાબેન ગોડીયા અને શ્રી પ્રણવભાઇ રાઠોડ (અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ) દ્વારા મહિલાઓ માટેના વિવિધ લાભકારી કાર્યક્રમો અને યોજનાઓ અંગે સચોટ માહિતી આપવામાં આવી. ડોન બોસ્કો સ્નેહાલયના ફાધર જ્યોર્જે સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે વિસતૃત માહિતી આપી.
વિશેષ માર્ગદર્શન:
ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ વીમેનના મિશન કોર્ડિનેટરે મહિલાઓના કાયદાઓ અને અધિકારો અંગે માર્ગદર્શન આપ્યું.
સાયબર સુરક્ષા અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ માટે પ્રેરક માહિતી આપવામાં આવી.
વન સ્ટોપ સખી સેન્ટરના કેન્દ્ર સંચાલકે કેન્દ્રમાં ઉપલબ્ધ સેવાઓ વિશે માહિતી આપી.
મહિલા હેલ્પલાઇન 181ની મહત્વાકાંક્ષા અને ઉપયોગીતા અંગે વિશદ માહિતી આપવામાં આવી.
આ સેમિનારમાં મહિલાઓ, મહિલા કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો.