ખેલ મહાકુંભ ૩.૦: ગુજરાતના યુવા રમતવીરો માટે વિશાળ તક
ગુજરાતના રમતવીરો માટે ખુશખબર! રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ખેલ મહાકુંભ ૩.૦ નું આયોજન શરૂ થયું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન હવે ખુલ્લું છે અને તમામ ખેલાડીઓ માટે છેલ્લી તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી છે.
રજીસ્ટ્રેશન અને સ્પર્ધાની વિગતો:
રજીસ્ટ્રેશન લિંક: khelmahakumbh.gujarat.gov.in
શરૂઆતની તારીખ: ૫ ડિસેમ્બર ૨૦૨૪
અંતિમ તારીખ: ૨૫ ડિસેમ્બર ૨૦૨૪
વયજૂથ અને સ્પર્ધાત્મક સ્તરો:
1. વય જૂથ:
9 વર્ષથી 17 વર્ષ સુધીના કેટેગરીમાં અં-9, અં-11, અં-14 અને અં-17.
40 વર્ષથી ઉપર અને 60 વર્ષથી ઉપરના વિભાગો.
ઓપન કેટેગરી માટે પણ સ્પર્ધાઓ.
2. મંચ:
શાળા, ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, ઝોન, અને અંતે રાજ્ય કક્ષાએ સ્પર્ધાઓ યોજાશે.
ભાઈઓ અને બહેનો બંને માટે જુદી જુદી સ્પર્ધાઓ.
વિશેષ માહિતી:
ખેલ મહાકુંભ ૩.૦ માટેની સ્પર્ધાઓની તારીખો રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ જાહેર થશે. નિયમો અને અન્ય વિગતો માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના નિયમોનું પાલન ફરજીયાત છે.
સંપર્ક માટે:
વધુ માહિતી માટે, જિલ્લા રમત વિકાસ અધિકારી, ડાંગ અથવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સાપુતારાનો સંપર્ક કરો.
તમારા ક્ષેત્રમાં પ્રતિભા દર્શાવવા આ તક ગુમાવશો નહીં!
#Danginfogog