ગુજરાતનું ગૌરવ: ઉર્વશી ચૌહાણ - ફિલ્મ ‘પુષ્પા’ની પાછળની શક્તિ
ગુજરાતનું ગૌરવ સતત વધતું જાય છે અને આ વખતે તેનું કારણ છે ભાવનગરના મહુવાના એક નાનકડા ગામની યુવતી – ઉર્વશી ચૌહાણ. (ઓલ ઇન્ડિયા ફિલ્મ ઉદ્યોગ)માં પોતાનું આગવું સ્થાન બનાવનારી ઉર્વશી ચૌહાણની સફળતા આજે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત બની છે.
ઉર્વશી ચૌહાણ - એક ધડકતું નામ
ઉર્વશી ચૌહાણ, જે આજના સમયની સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મશહૂર કોરિયોગ્રાફર અને ડાન્સ ડાયરેક્ટર તરીકે જાણીતિ છે, ‘પુષ્પા: ધ રાઈઝ’ અને ‘પુષ્પા 2: ધ રૂલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડવાનું કામ કર્યું છે. પુષ્પાના હિટ સોન્ગ ‘ઉ અંટવા’ અને ‘કિસિક’ માટે ઉર્વશી આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર રહી છે.
ગુજરાતથી મુંબઈ સુધીનો સફર
મૂળ ભાવનગરના મહુવાના ઉર્વશી ચૌહાણનો પરિવાર ત્રણ પેઢીથી મુંબઈમાં વસવાટ કરે છે. તેના પિતા, જીતુભાઈ ચૌહાણ, ઓટોમોબાઈલ બિઝનેસમાં સંકળાયેલા છે. પરિવારનો સાથ અને સપોર્ટ ઉર્વશીને આઇટમ સોન્ગ્સ, ફિલ્મ્સ અને મ્યુઝિક આલ્બમ્સમાં કામ કરવા માટે પ્રેરણા આપતો રહ્યો છે.
7 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં સાથ
ઉર્વશી છેલ્લા 7 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. શરૂઆતમાં સહાયક તરીકે કામ કર્યું, પણ હવે તેના ટેલેન્ટને ઓળખ મળી છે. અલ્લુ અર્જુન સહિત અનેક દિગ્ગજો ઉર્વશીના ડાન્સ અને કોરિયોગ્રાફી ટેલેન્ટની પ્રશંશા કરી છે.
અભિનેત્રી બનવાનો સપનો
કોરિયોગ્રાફીથી આગળ વધી, હવે ઉર્વશી એક્ટિંગમાં પોતાનું નામ બનાવવા ઇચ્છે છે. એક પ્રતિષ્ઠીત ચેનલને Interviewsમાં ઉર્વશીએ કહ્યું કે તે અભિનય માટે પણ મહેનત કરી રહી છે અને સાઉથ તેમજ બોલિવૂડમાં અભિનયની તકો શોધી રહી છે.
ગુજરાતી ગૌરવ માટે પ્રેરણા
ઉર્વશી ચૌહાણનો આ સફર એ સાબિત કરે છે કે જો પ્રગતિની લ્હેરમાં સતત મહેનત અને અભ્યાસ હોય, તો ગુજરાતના કોઈપણ ખૂણામાંથી આવતા યુવાન-યુવતીઓ પણ દેશ અને વિદેશમાં નામ કઢાવી શકે.
ગુજરાતની દીકરી – હવે અલ્લુ અર્જુનનો ગુરુ!