બીલીમોરાના જૈન દેરાસરમાં ચોરીનો ભેદ ઉકેલાયો: ચોરાયેલી મૂર્તિઓ અને દાગીનાઓ પુનઃઅર્પણ

બીલીમોરાના જૈન દેરાસરમાં ચોરીનો ભેદ ઉકેલાયો: ચોરાયેલી મૂર્તિઓ અને દાગીનાઓ પુનઃઅર્પણ.
બીલીમોરાના જૈન દેરાસરમાં 16 દિવસ પહેલાં બનેલી ચોરીના ગુનાનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી ઉકેલી લીધો છે. ચોરી થયેલા સોના-ચાંદીના દાગીનાઓ અને મૂર્તિઓ ટ્રસ્ટીઓને સુરતના વેસુ ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ‘તેરા તુજકો અર્પણ’ પહેલ અંતર્ગત દેરાસરને પુનઃ અર્પણ કર્યા. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, "ભગવાનના ચોરાયેલા દાગીના કે મૂર્તિનું મૂલ્ય મહત્ત્વનું છે, પરંતુ લોકોની આસ્થાનું મૂલ્ય વધારે છે. ધાર્મિક આસ્થાનું રક્ષણ કરવું સરકાર માટે સૌથી વધુ પ્રાથમિકતાપૂર્ણ છે."
પોલીસ તંત્રની સફળ કામગીરી નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ સંકલન અને ચુસ્ત તપાસ દ્વારા 16 દિવસની અંદર ગુનાને ઉકેલવા તેમજ ચોરાયેલી મૂર્તિઓ અને દાગીનાઓની પુનઃપ્રાપ્તિમાં મહત્વનો રોલ ભજવ્યો હતો.
દેરસરના ટ્રસ્ટીઓનો આભાર જૈન દેરાસરના ટ્રસ્ટીઓએ પોલીસ અને સરકારના આ પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો હતો અને ઘટનાને લઈને ભવિષ્યમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ લાગુ કરવાની નિશ્ચિતતા વ્યક્ત કરી હતી. આ ઘટના માત્ર ગુનાની તપાસનું ઉદાહરણ નથી, પણ રાજ્યના તંત્રની કાર્યક્ષમતા અને લોકોની આસ્થાનું રક્ષણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Post a Comment

Previous Post Next Post