રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન માટે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન માટે રવિ કૃષિ મહોત્સવ યોજાયો


રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પ્રત્યે આકર્ષણ વધારવા અને ખેડૂતોને રસાયણમુક્ત ખેતી તરફ વલણ કરવા માટે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દ્વિ-દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કૃષિ મહોત્સવ યોજાયાના મુખ્ય હેતુમાં પ્રાકૃતિક ખેતીની રીતો પર જાગૃતિ ફેલાવવી, ખેડૂતોને ટેકનીકી માર્ગદર્શન આપવું અને ખેતીના ખર્ચને ઘટાડીને તેઓને વધુ લાભકારી બનાવવા તરફ દિશા અપાવવા સામેલ છે.


સ્થાનો અને આયોજનની વિગતો:

ગીરગઢડા તાલુકા: બોડિદર ખાતે દેવાયત ગઢ (દેવાયત બોદરની જગ્યા).

કોડીનાર તાલુકા: ડોળાસા ખાતે વીરાબાપાની જગ્યા.

સૂત્રાપાડા તાલુકા: પ્રાચી (ઘંટીયા) ખાતે શ્રીકારડીયા રાજપૂત સમાજની વાડી, માધવરાયજી મંદિરની બાજુમાં.

તાલાલા તાલુકા: ઉમરેઠી ખાતે રામજી મંદિરની જગ્યા, પ્રાથમિક શાળાની નજીક.

ઉના તાલુકા: શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ઉના ખાતે.

વેરાવળ: શ્રી આહીર સમાજવાડી ખાતે.

આ કાર્યક્રમોમાં કૃષિ નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક ખેતીના લાભો, પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિશે માહિતી આપવામાં આવી હતી. ખેડૂતો માટે પ્રશ્નોત્તરી સત્ર, પ્રદર્શન અને માર્ગદર્શન કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ખેતીના નવા અભિગમને સ્વીકારી ખેડૂતો સ્વસ્ર્ફૂર્ત બનશે અને પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા વધુ આર્થિક સમૃદ્ધિ મેળવી શકશે, તેવી રાજ્ય સરકારની અપેક્ષા છે.

#infogirsomnath 


Post a Comment

Previous Post Next Post