શું તમે જાણો છો ખેલ રત્ન એવોર્ડ કોને મળે અને તેની નામાંકન પ્રક્રિયા શું છે?

 

વિરાટ કોહલીને 2018 માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળ્યો હતો.

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એ ભારતનું સર્વોચ્ચ રમતગમત સન્માન છે. આ એવોર્ડ ભારતીય રમતવીરોને તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠતા અને અદભૂત પ્રદર્શન માટે આપવામાં આવે છે.

ખેલરત્ન કોને મળે છે?

ખેલ રત્ન એવોર્ડ ભારતીય રમતવીરોને આપવામાં આવે છે, જેમણે છેલ્લા ચાર વર્ષના ગાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ઉત્કૃષ્ટ અને અદભૂત પ્રદર્શન કર્યું હોય.

પાત્રતા:

એવોર્ડ માટે નામાંકન કરાયેલા ખેલાડીઓ ભારતીય નાગરિક હોવા જોઈએ.

રમતવીરોએ ઓલિમ્પિક, પેરાલિમ્પિક, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ કે અન્ય આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં પ્રભાવશાળી પ્રદર્શન કરેલું હોવું જોઈએ.

ડોપિંગ મામલાઓમાં ફસાયેલ ખેલાડીઓ આ એવોર્ડ માટે પાત્ર નથી.

નામાંકન પ્રક્રિયા

1. કોણ નામાંકન કરી શકે?

નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (NSF)

ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA)

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારો

અગાઉના ખેલ રત્ન એવોર્ડ વિજેતાઓ

2. અરજી કયાર સુધી સ્વીકારાય?

દર વર્ષે 30 એપ્રિલ સુધી નામાંકન સ્વીકારવામાં આવે છે.

જો કોઈ નામાંકન ન મળે તો, સરકાર વધુમાં વધુ બે ખેલાડીઓનું સીધું નામાંકન કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

1. પ્રથમ ચકાસણી:

તમામ નામાંકનો નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સી (NADA) અને SAI દ્વારા ચકાસવામાં આવે છે.

2. પસંદગી સમિતિ:

એક 12-સદસ્યની સમિતિ નામાંકનોની સમીક્ષા કરે છે.

સમિતિમાં એક અધ્યક્ષ, 4 ઓલિમ્પિયન, 3 રમત પત્રકારો, 1 પેરા-એથ્લેટ, 1 રમત વ્યવસ્થાપક અને SAIના મહાનિર્દેશકનો સમાવેશ થાય છે.

3. મૂલ્યાંકન:

આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં જીતેલા મેડલ માટે 80% વેઇટેજ અને અન્ય પરિબળો માટે 20% વેઇટેજ આપવામાં આવે છે.

અન્ય મહત્વપૂર્ણ માહિતી

એવોર્ડમાં ₹25 લાખની રોકડ રકમ અને મેડલિયન આપવામાં આવે છે.

જો કોઈ વર્ષમાં એકથી વધુ રમતવીરો લાયક હોય તો, બે કે તેથી વધુ ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવી શકે છે.

1991-92માં આ એવોર્ડ શરૂ થયો  (જે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ તરીકે જાણીતો હતો) અને તેનું નામ 2021માં મેજર ધ્યાનચંદના સન્માનમાં બદલીને "મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ" કરવામાં આવ્યું.



Post a Comment

Previous Post Next Post