દાહોદ: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના CSR ફંડમાંથી મેડિકલ સાધનોની સહાય
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), એડમિન ઓફિસ વડોદરાના સહયોગથી નગરાળા અને બાવકા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આશરે ૪ લાખ રૂપિયાના મેડિકલ સાધનોની સહાય પૂરી પાડવામાં આવી છે. આ સહાયથી સ્થાનિક દર્દીઓને આધુનિક આરોગ્યસેવાઓ ઉપલબ્ધ થશે.
આ કાર્યક્રમમાં સ્ટેટ બેંક દાહોદના ચીફ મેનેજર શ્રી દિપક પવાર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભગીરથ બામણીયા અને ગોત્રી મેડિકલ કોલેજના ડૉ. હિતેશ રાઠોડની ઉપસ્થિતિ રહી. વિતરણ માટે પ્રેરણારૂપ કાર્ય શ્રી દિલીપભાઈ બામણીયાના પ્રયાસોથી શક્ય બન્યું હતું.
આ કામગીરીનો હેતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓ વધારવો અને આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવો છે.
Tags
Dahod news updates