Dahod:ભગીની સમાજ દાહોદ ખાતે રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સીટી દાહોદ દ્વારા એચ. આઈ. વી. દર્દીઓને ધાબળા વિતરણ.
દાહોદ, 1 ડિસેમ્બર : વિશ્વ એઈડ્સ દિવસના અવસર પર, ડિસ્ટ્રિક્ટ એઈડ્સ પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ, દાહોદ અને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સીટી દાહોદના સહયોગથી એચ.આઈ.વી. દર્દીઓ માટે ધાબળા વિતરણ અને પોષાક-આહાર વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો.
આ કાર્યક્રમનું નેતૃત્વ રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સીટી દાહોદના પ્રમુખ શ્રી ખાનચંદ ઉડવાણી, સેક્રેટરી શ્રી અલીભાઈ ચુનાવાલા, અને અન્ય આગેવાનો જેમ કે ડાયરેક્ટર શ્રી બાદલભાઈ પંચાલ, ચેર પર્સન શ્રી શબ્બીરભાઈ નગદી, શ્રી મુકેશભાઈ માળી, શ્રી છોટુભાઈ બામણીયા, અને શ્રી રમેશભાઈ જોષી દ્વારા કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં, ડાયરેક્ટર શ્રી બાદલભાઈ પંચાલ અને ચેર પર્સન શ્રી છોટુભાઈ બામણીયા દ્વારા રોટરી ક્લબ દાહોદના ઇતિહાસ અને સામાજિક કામકાજ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ, જિલ્લા એચઆઈવી/એઈડ્સ અધિકારી ડો. એ. આર. ચૌહાણ દ્વારા એચઆઈવી અને એઈડ્સ વિશેજ્ઞાનવર્ધક પ્રવચન આપાયું.
આ વર્ષે WHO ની 2024 ની થીમ "Take the right path: my health, my right" અંતર્ગત, આરટી સેન્ટર દાહોદ દ્વારા એચઆઈવી/એઈડ્સ વિષયક જનજાગૃતિ અને દવાના મહત્વ પર રોલ પ્લે દ્વારા અવગત કરાવું આવ્યું.
અંતે, 100 જેટલા લાભાર્થીઓને ધાબળા અને પોષાક-આહાર વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં રોટરી ક્લબના દાતાઓ, જિલ્લા આરોગ્ય સ્ટાફ, અને SBCC સભ્યોએ ભાગ લીધો.
#WorldAIDSDay #RotaryClubDahod #HIVAwareness #CharityEvent #SmartCityDahod #AIDSPrevention #CommunitySupport #HIVCare #HealthRights #SocialService