Dang news : ડાંગ જિલ્લા માં "બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન" ની ઉજવણી
આહવા, 27 નવેમ્બર 2024:
ડાંગ જિલ્લા નું આહવા ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે "બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન" ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી તથા બાળ સુરક્ષા એકમ ડાંગના સંયુક્ત પ્રયાસથી અને શાળાના આચાર્ય શ્રી અમરસિંહ એ. ગાંગોડા અને NSS પ્રોગ્રામના ઓફિસર શ્રી એમ. એસ. બાગુલના માર્ગદર્શન હેઠળ, વિદ્યાર્થીઓને માહિતી આપવાનો મહત્વનો પ્રયત્ન કરવામાં આવ્યો.
આ પ્રોગ્રામમાં,
શ્રી નિકોલસ વણકર (જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી) દ્વારા બાળ વિવાહ અને તેમાં લાગુ પડતા કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી.
પ્રોબેશન ઓફિસર શ્રી જીગ્નેશભાઈ દેશમુખ દ્વારા POCSO Act - 2012 અને જાતીય શોષણ વિષયક ચર્ચા કરવામાં આવી.
સામાજિક કાર્યકર શ્રી જયરામભાઈ ગાવિત દ્વારા બાળકની સુરક્ષા અને સુધારણા સંસ્થાઓ વિષયક માહિતી આપવામાં આવી.
કાર્યક્રમના અંતે, બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન માટે તમામ જોડાયેલા લોકો દ્વારા પ્રતિજ્ઞા લેવાઈ, જેમાં તેમણે બાળકના હક માટે કામ કરવા અને બાળકવિવાહના પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વચન આપ્યું.
આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ સમાજને બાળ વિવાહના નકારાત્મક પરિણામો વિશે જાણકાર અને જાગૃત બનાવવાનો છે, જેથી દેશમાં આ સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકાય.
#BaalVivaahMuktBharat #DangDistrict #ChildMarriageAwareness #POCSOAct #ChildProtection #SocialSecurity #Education #AwarenessCampaign #SocialActivism #India #DangNews #NSS #SchoolEvent #SocialReform #YouthEmpowerment #GovernmentInitiative #ChildRights #BaalVivaah #Dang #IndiaNews #CommunityOutreach #YouthEngagement